Gandhinagar News/ ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને વૈશ્વિક નાણાકીય હબ બનવાના માર્ગ પર ગિફ્ટ સિટી

ભારતમાં 100થી વધુ શહેરોને “સ્માર્ટ સિટી”નું લેબલ મળ્યું, પણ ગિફ્ટ સિટી એકમાત્ર એવું શહેર છે જે હાલ સંપૂર્ણપણે ઓપરેશનલ છે અને વાસ્તવિક અર્થમાં “સ્માર્ટ” છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગિફ્ટ સિટી

Gandhinagar News: સાબરમતી નદીના કાંઠે, અમદાવાદ-ગાંધીનગર હાઇવેની બિલકુલ બાજુમાં ઊભેલું 88 ટેકનું આ શહેર આજે ભારતના આર્થિક ભવિષ્યનું જીવંત પ્રતીક બની ચૂક્યું છે. શનિવારે સંસદની ઉચ્ચ સ્તરીય સ્ટેન્ડિંગ કમિટીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) ની વિગતવાર મુલાકાત લીધી અને તેના વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટકાઉ શહેરી આયોજન અને પ્રગતિશીલ નિયમનકારી માળખાના કારણે વૈશ્વિક વ્યવસાયોને આકર્ષી રહ્યું છે.ગિફ્ટ સિટી માં ઉપલબ્ધ અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવી.જ્યાં ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, જે મોટા પાયે ઊર્જા બચાવે છે, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ, જે સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે, અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ જેવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.

સંસદની ઉચ્ચ સ્તરીય સ્ટેન્ડિંગ કમિટી ગિફ્ટ સિટીની મુલાકાતે

આ યુટિલિટી ટનલ પાણી, વીજળી અને ટેલિકમ્યુનિકેશન જેવી તમામ સેવાઓને ભૂગર્ભમાં સુરક્ષિત રીતે ગોઠવે છે, જેના કારણે શહેરનું ઉપરી માળખું સુવ્યવસ્થિત રહે છે. આ સુવિધાઓ ભારતીય શહેરી આયોજનમાં એક નવો માપદંડ સ્થાપિત કરે છે અને ગિફ્ટ સિટી ને એક વાસ્તવિક ‘સ્માર્ટ સિટી’ બનાવે છે. માત્ર એક આધુનિક શહેર જ નથી, પરંતુ ફાઇનાન્સ, ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક નાણાકીય કેન્દ્ર છે.

અહીંનું નિયમનકારી માળખું વિદેશી રોકાણને આકર્ષવા માટે અત્યંત અનુકૂળ છે. સંસદીય સમિતિની (Parliamentary Committee) આ મુલાકાત ભારતમાં આ પ્રકારના ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ્સ દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી સુધારવામાં મહત્વનો ભાગ ભજવશે. ગિફ્ટ સિટી ભારતના આર્થિક વિકાસમાં એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ સાબિત થશે તેવી અપેક્ષા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગિફ્ટ સિટી રોડ પર રૂ150કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું કેમ્પસ નિર્માણ પામશે

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગિફ્ટ સિટી રોડ પર રૂ.૧૫૦ કરોડના અંદાજિત ખર્ચે ૨૨ એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ(SOUL)નું કેમ્પસ નિર્માણ પામશે

આ પણ વાંચો:ગિફ્ટ સિટી રોડ પર રૂ150કરોડના અંદાજિત ખર્ચે 22 એકરમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપનું કેમ્પસ નિર્માણ પામશે