૨૦૧૮ માં લોકસભા અને વિધાનસભાની ચુંટણી એક સાથે યોજવા અંગે ચુંટણીપંચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચુંટણીપંચે આગામી વર્ષે સપ્ટેબર મહિનાથી આ બંને ચુંટણી એક સાથે યોજવા અંગે સહમતી દર્શાવી છે.
ચૂંટણી પંચના અધિકારી ઓ.પી રાવતે કહ્યુ કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા માટે ચૂંટણીપંચ આગામી સપ્ટેમ્બરથી તૈયાર હશે.
ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા અવાર નવાર લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાય તે માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અન્ય રાજકીય પક્ષોમાં એક અભિપ્રાય નથી.
