Mahesana News/ મહેસાણામાં વિસનગર પાલિકાના નગરસેવકનો આપઘાત

મહેસાણામાં વિસનગર પાલિકાના નગરસેવક (કોર્પોરેટર)એ આત્મહત્યા કરતાં સનસનાટી મચી ગઈ છે. કોર્પોરેટરે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર દીપક મોદીએ આત્મહત્યા કરી હતી.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News:  મહેસાણામાં વિસનગર પાલિકાના નગરસેવક (કોર્પોરેટર)એ આત્મહત્યા કરતાં સનસનાટી મચી ગઈ છે. કોર્પોરેટરે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1ના કોર્પોરેટર દીપક મોદીએ આત્મહત્યા કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે તે બિનહરીફ ચૂંટાયા હતા. અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. ટ્રેન નીચે કચડાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

સ્થાનિક લોકો દ્વારા જાણ થતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે સઘન તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ દીપકભાઈ મોદીએ વહેલી સવારે વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી. આ ઘટના પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતાં માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે બની હતી.

હાલમાં પોલીસે પંચનામુ કરીને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ટ્રેન નીચે ઝંપલાવવાના લીધે દીપકભાઈના શરીરના બે કકડા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં વિસનગર ભાજપમાં સોંપો પડી ગયો છે. ભાજપ પ્રમુખ, શહેર પ્રમુખ, નગરસેવકો તેમજ ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. કહેવાય છે કે રાજકારણીઓ જાડી ચામડીના હોય છે, તેમના પર કશાની અસર થતી નથી. પણ કદાચ આવું બધા રાજકારણીઓની બાબતમાં લાગુ પડતું નથી. દીપક મોદીના કિસ્સામાં આ સાચુ પડતું લાગે છે. તેમની જ સંવેદનશીલતા તેમના માટે દ્યોતક બની ગઈ છે.


આ પણ વાંચો : મહેસાણાના વડનગર સિવિલમાં આત્મહત્યા કેસમાં યુવાને પત્ની-પુત્રીની હત્યા કર્યાના વળાંકથી ચકચાર

આ પણ વાંચો : મહેસાણાના વડુ ગામે સગીરાએ એસિડ પી કરી આત્મહત્યા, ગામમાં શોક છવાયો

આ પણ વાંચો : મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા