Mahakumbh 2025/ 1954માં આવું હતું કુંભ મેળાનું દ્રશ્ય વીડિયો વાયરલ, ઐતિહાસિક દ્રશ્ય જોઈને લોકોએ કહ્યું- ‘હર હર ગંગે’

આ વીડિયો @p.suraj.pandey ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં UP સરકાર અને ભારત સરકારે તેને સફળ બનાવવા માટે તમામ તાકાત લગાવી હતી.

India History Trending Dharma & Bhakti

Mahakumbh : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ‘મહા કુંભ 2025’ 13 જાન્યુઆરીથી શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વખતે વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળામાં 40 થી 45 કરોડ ભક્તો આવવાની આશા છે. આ વર્ષના મહા કુંભ મેળાની ઝલક તમે પહેલેથી જ જોઈ રહ્યા છો, ચાલો હવે અમે તમને સ્વતંત્ર ભારતનો પહેલો કુંભ મેળો બતાવીએ જે 70 વર્ષ પહેલા એટલે કે 1954માં યોજાયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મહાકુંભ એ આસ્થા, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો મહાન સંગમ છે. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ એક મહિના માટે પ્રયાગરાજ આવે છે અને ત્રિવેણી સંગમના કિનારે ડૂબકી મારીને શ્રદ્ધા વ્યક્ત કરે છે. હાલમાં, આ પ્રાચીન પરંપરા સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે 70 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. જેમાં 1954માં યોજાયેલા કુંભ મેળાની ઝલક બતાવવામાં આવી છે.

Instagram

https://www.instagram.com/reel/DD6qTMRT-d1/?utm_source=ig_web_button_native_share

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તત્કાલિન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંથ બોટ પર સવારી કરતી વખતે દરેક જગ્યાનું નિરીક્ષણ કરતા જોઈ શકાય છે. તે જ સમયે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુ પોતે કુંભ મેળાનું નિરીક્ષણ કરી રહ્યા છે. વીડિયોમાં તમે જોશો કે ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ ઘોડાઓ પર પેટ્રોલિંગ કરી રહી છે અને તમામ અખાડાઓ ગૌરવ સાથે મેળામાં ભાગ લઈ રહ્યા છે. ત્યારે લગભગ એક કરોડ ભક્તો એકઠા થયા હતા. મર્યાદિત વ્યવસ્થા હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી.

આ વીડિયોને પંડિત સૂરજ પાંડે નામના યુઝરે @p.suraj.pandey ઈન્સ્ટા હેન્ડલથી શેર કર્યો છે. સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમના કિનારે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુપી સરકાર અને ભારત સરકારે તેને સફળ બનાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. આ વીડિયો પર નેટીઝન્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. લોકો કોમેન્ટ બોક્સમાં હર હર ગંગે, જય શ્રી રામ, હર હર મહાદેવ લખીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગૂગલ મેપએ ફરી ભટકાવ્યા રાહદારીઓને, ભક્તો મહાકુંભના બદલે કૌશામ્બી પહોંચ્યા

આ પણ વાંચો: મહા કુંભઃ પ્રથમ અમૃતસ્નાન માટે ભીડ ઉમટી, 3.50 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું

આ પણ વાંચો: ‘બસ બે પૈસા…’, માલવીયજીએ બ્રિટિશ વાઇસરોયને કુંભનું અર્થશાસ્ત્ર સમજાવ્યું, અમેરિકન ચિંતકે કહ્યું આ કલ્પનાની બહાર