Food Recipe: તમે ગુજરાતની અનેક ડિશ (Gujarati Dish) ખાધી હશે પણ શું તમે ક્યારેય દૂધીના મૂઠિયા (Dudhi Muthiya Recipe) ટ્રાય કર્યા છે ખરાં? ગુજરાત બહારના લોકોને આ કદાચ એક નવીન વાનગી લાગશે…પણ આ અત્યંત લોકપ્રિય, સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો છે જેને બ્રેકફાસ્ટ અથવા ડિનર તરીકે આરોગી શકાય છે.
આ ડિશ તદ્દન ઓછા તેલમાં તૈયાર થાય છે અને એ બેસન, સોજી અને દૂધી (Besan, Suji, Bottle Gourd)ના પોષણથી ભરપૂર હોય છે. વળી એને બાફીને બનાવવામાં આવતી હોવાથી એના પૌષ્ટિક ગુણો વધુ જળવાઇ રહે છે. જો તમે સાંજે અથવા સવારે નાસ્તામાં કે ડિનરમાં કશુંક હૅલ્ધી અને ટેસ્ટી ખાવા માગતા હો તો દૂધીના મૂઠિયા (Dudhi Muthiya) એક બહેતરીન વિકલ્પ હોઈ શકે છે. અહિં તમારા માટે દૂધીના મૂઠિયા બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ…
આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. સવાર-સવારમાં જો તમે કશુંક એવું ખાવા ઈચ્છતા હો કે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને ગુણ એકસાથે ધરાવતું હોય તો આ દૂધીના મૂઠિયા એક બહેતરીન વિકલ્પ (Healthy Recipe) હોઈ શકે છે.
દૂધીના મૂઠિયા કોને પસંદ ન હોય! આ એક હળવી અને મજેદાર ડિશ છે જે હૅલ્ધી (Healthy Dish) પણ એટલી જ હોય છે! બાળકો તો એના દિવાના હોય છે. નાસ્તામાં, લંચબોક્સ (Lunch Box)માં કે સવારના નાસ્તામાં આ મજેદાર વાનગીને ઓર પણ હૅલ્ધી અને મજેદાર બનાવવા માટે એમાં દૂધી અથવા કોઈ અન્ય શાકભાજી જેમ કે મેથી, પાલખ વગેરેનો ટિ્વસ્ટ આપો. આ વડીલો જ નહિં પરંતુ, બાળકોને પણ ખૂબ પસંદ પડશે.
જો દૂધીના મૂઠિયા અગાઉથી જ બનાવેલા હોય તો આ Recipe બનતા ઝાઝી વાર નહિં લાગે! રાઈ, તલ અને મીઠા લીમડાના પાનનો વઘાર એના સ્વાદને ઓર વધારી દે છે.
શી રીતે બનાવશો દૂધીના મૂઠિયા? (Dudhi Muthiya Recipe)
દૂધીના મૂઠિયા (Dudhi Muthiya) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Dudhi Muthiya માટેની સામગ્રી
2 કપ છીણેલી દૂધી
1 કપ ઘઉંનો લોટ
અડધો કપ બેસન
પા કપ સોજી
1 મોટી ચમચી આદુ-મરચાંની પેસ્ટ
અડધી ચમચી હળદર
1 નાની ચમચી લાલ મરચું
1 નાની ચમચી ધાણાજીરુ
અડધી ચમચી અજમો
1 મોટી ચમચી સફેદ તલ
1 મોટી ચમચી લીંબુનો રસ
સ્વાદાનુસાર ખાંડ
1 મોટી ચમચી તેલ
1 ચપટી બેકિંગ સોડા
સ્વાદાનુસાર મીઠું
ઝીણી સમારેલી તાજી કોથમીર
વઘાર માટે
1-2 ચમચી તેલ
1 નાની ચમચી રાઈ
1 મોટી ચમચી સફેદ તલ
1 ચપટી હીંગ
8-10 મીઠા લીમડાના પાન
1-2 લાલ સૂકા મરચાં

Dudhi Muthiya બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, બેસન, સોજી અને છીણેલી દૂધી લો.
2. એમાં હળદર, લાલ મરચું, ધાણાજીરુ, અજમો, તલ, ખાંડ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો.
3. હવે એમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, 1 ચમચી તેલ અને ચપટી સોડા મિક્સ કરો. તમે લીંબુના રસના સ્થાને દહીં પણ ઉપયોગમાં લઈ શકો છો.
4. તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પાણીથી નરમ લોટ બાંધી લેવો.
5. હાથમાં થોડું તેલ લગાવીને લોટના લાંબા રૉલ બનાવી લો. એક સ્ટામરમાં પાણી ગરમ કરો.
6. એક કાણાવાળી પ્લેટ અથવા ઢોકળા સ્ટેન્ડની પ્લેટને તેલથી ગ્રીસ કરો અને ઉપર આ રોલ મૂકો.
7. ઢાંકણુ બંધ કરીને મીડિયમ ફાસ્ટ ગૅસ પર 15-20 મિનિટ સુધી સ્ટીમ કરી લો.
8. ઢાંકણ ખોલીને એક ચપ્પુની મદદથી મૂઠિયા થયા છે કે નહિં એ ચૅક કરી લો. જો ન થયા હોય તો 5 મિનિટ વધુ રાખો.
9. હવે બહાર કાઢીને આ રોલને પૂરી રીતે ઠંડા થવા દો. ઠંડા થયા બાદ એને અડધા ઈંચ જાડાઈના ગોળ મૂઠિયામાં કાપી લો.
હવે વઘારની તૈયારી કરો. એક પૅનમાં 1-2 ચમચી તેલ ગરમ કરો. એમાં રાઈ, હીંગ, મીઠા લીમડાના પાન,સૂકા લાલ મરચા અને સફેદ તલ ઉમેરો. જ્યારે તલ તતડે ત્યારે સમારેલા મૂઠિયા એમાં ઉમેરી દો અને ધીમા તાપે 3-4 મિનિટ સુધી સોનેરી અને ક્રિસ્પી થવા દો.
તો તૈયાર છે તમારા દૂધીના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મૂઠિયા (Dudhi Muthiya)…જે ખાવામાં બહારથી કરારા અને અંદરથી મુલાયમ લાગશે.
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…
આ પણ વાંચો: રવિવારે સવારે કે સાંજે ચાની મજા માણો…મસ્ત મજાના આલુ લચ્છા પકોડા સાથે!
આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો ચટપટી ઈડલી ફ્રાય….બાળકોથી માંડીને વડીલો સુધી..સૌ ખુશ થઈ જશે!
