Food Recipe: ચા સાથે કશુંક ચટપટુ ખાવાનું મન થતું હોય છે તો આ સંજોગોમાં આલુ લચ્છા પકોડા (Aloo Lachha Pakora) એક બહેતરીન ઑપ્શન હોઈ શકે છે.
રવિવારની નિરાંત…સવારની ગરમાગરમ ચા….અને સાથે પ્લેટમાં કરારા પકોડા હોય તો રજાના દિવસે સાંજ અથવા સવારની ચા-નાસ્તાની મજા કંઇક અનોખી બની જાય છે! ચા સાથે કશુંક ચટપટુ ખાવાનું મન થતું હોય છે તો આ સંજોગોમાં આલુ લચ્છા પકોડા (Aloo Lachha Pakora) એક બહેતરીન ઑપ્શન હોઈ શકે છે. આ એક એવું કૉમ્બિનેશન છે જે કોઈ પણ વ્યક્તિનો મૂડ મસ્ત બનાવી શકે છે! આખા અઠવાડિયાનો થાક દૂર કરી શકે છે…અને જો તમે એકના એક જાતના આલુ પકોડા ખાઈને કંટાળ્યા હો તો આ નવીન પ્રકારના આલુ લચ્છા પકોડા અવશ્ય ટ્રાય કરો. બહારથી એકદમ ક્રિસ્પી એવા આ પકોડા સ્વાદમાં પણ લાજવાબ હોય છે. તો અહિં એની રેસિપી (Aloo Lachha Pakora Recipe) દર્શાવવા જઈ રહ્યાં છીએ…
શી રીતે બનાવશો ક્રિસ્પી આલુ લચ્છા પકોડા? (Aloo Lachha Pakora Recipe)
આલુ લચ્છા પકોડા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
3 મોટા બટાટા
3-4 ચમચી બેસન
2 ચમચી કૉર્નફ્લોર અથવા ચોખાનો લોટ
2 ઝીણા સમારેલા લીલા મરચાં
1 ચમચી છીણેલું આદુ
બારીક સમારેલી કોથમીર
તળવા માટે તેલ
મસાલા
અડધી ચમચી અજમો
અડધી ચમચી લાલ મરચું
અડધી ચમચી આમચૂર અથવા ચાટ મસાલો
સ્વાદાનુસાર મીઠું

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ બટાટાને છોલી લેવા અને પછી છીણી લેવા.
2. આ છીણને તરત જ ઠંડા પાણીમાં 2-3 વાર ધોઈ લેવું જેથી એનો તમામ સ્ટાર્ચ (Starch) નીકળી જાય, આમ કરવાથી પકોડા કરારા (Crispy Pakora) બને છે.
3. હવે એક બાઉલમાં બટાટાનું સૂકું છીણ, બેસન, કૉર્નફ્લોર અથવા ચોખાનો લોટ (Dried grated potato, Gram flour, Corn flour or Rice flour), લીલા મરચાં, આદુ, કોથમીર અને તમામ મસાલા મિક્સ કરી દેવા.
4. અહિં ધ્યાન એ રાખવાનું છે કે આ મિશ્રણમાં જરાયે પાણી નાખવું નહિં. બટાટાનું વધેલું મોઈશ્ચર જ બાઇન્ડિંગ માટે પૂરતું છે.
5. હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને આલુના લચ્છાને થોડા-થોડા હાથેથી લઇને વધારે દબાવ્યા વિના ગરમ તેલમાં ઉમેરવા.
6. મધ્યમ તાપે આ પકોડાને બંને તરફ સોનેરી અને કુરકુરા બને ત્યાં સુધી તળી લેવા.
તો તૈયાર છે તમારા મસ્ત મજાના ક્રિસ્પી આલુ લચ્છા પકોડા (Aloo Lachha Pakora)…જેને તમે ગ્રીન ચટણી, કેચઅપ અને ચા સાથે સર્વ કરી શકો છો. તમારો રવિવારનો નાસ્તો (Sunday snack) યાદગાર બની જશે!
આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…
આ પણ વાંચો: લંચમાં બનાવો ‘બિસી બેલે ભાત’…બનાવવામાં આસાન એવી વન-પૉટ મીલ રેસિપી..!
આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…
