Food Recipe/ લંચમાં બનાવો ‘બિસી બેલે ભાત’…બનાવવામાં આસાન એવી વન-પૉટ મીલ રેસિપી..!

આ વન-પૉટ મીલ રેસિપી Bisi Bele Rice ની ખાસિયત એ છે કે એમાં ચોખા, દાળ અને શાકભાજી એકસાથે રાંધવામાં આવે છે.

Trending Food Lifestyle
Bisi Bele Rice...કર્ણાટકની પરંપરાગત સ્વાદિષ્ટ ડિશ!

Food Recipe: હંમેશા લંચમાં એવું જ જમવું જોઈએ જે પેટ ભરવાની સાથે-સાથે શરીરને પણ પોષણ પૂરું પાડે…આવી જ એક ડિશ છે બિસી બેલે ભાત (Bisi Bele Rice)..!

જો તમે કોઈ એવું ભોજન શોધી રહ્યાં છો કે જે ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, હૅલ્ધી અને સરળતાપૂર્વક બની શકે તો આ વાનગી (Healthy Dish) તમારા માટે એક પરફેક્ટ ઓપ્શન છે. દક્ષિણ ભારતીય એવી આ પરંપરાગત ડિશ (Traditional South Indian Dish)ના મૂળ કર્ણાટક સાથે જોડાયેલા છે. એનો  અર્થ થાય છે ‘ગરમાગરમ દાળ-ભાત’…પણ આ કોઈ સાધારણ દાળ-ભાત નથી કારણ કે એ બનાવવાની એક અનોખી રીત છે. તો ચાલો જાણીએ આ અનોખી વાનગી (Bisi Bele Rice Reccipe) બનાવવાની વિધિ અને સામગ્રી વિશે…

આ વન-પૉટ મીલ રેસિપી (One Pot Meal Recipe)ની ખાસિયત એ છે કે એમાં ચોખા, દાળ અને શાકભાજી એકસાથે રાંધવામાં આવે છે. આથી જ એને વન-પૉટ મીલ કહે છે. એનો સ્વાદ ખાટો, મસાલેદાર અને સોડમ સુગંધીદાર હોય છે. પરંપરાગત રીતે એમાં બિસી બેલે ભાતનો એક ખાસ મસાલો વાપરવામાં આવે છે. જેમાં કેટલાયે પ્રકારની દાળ અને મસાલાઓનું મિશ્રણ હોય છે! કર્ણાટક (Karnataka)માં ખાસ કરીને એને લંચમાં અથવા ડિનર સમયે ખાવામાં આવે છે. ચાલો જાણીએ બિસી બેલે ભાત બનાવવા અંગે વિસ્તૃત રીતે…

શી રીતે બનાવશો બિસી બેલે ભાત? (Bisi Bele Rice Reccipe)

બિસી બેલે ભાત બનાવવા માટે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

બિસી બેલે ભાત માટેની સામગ્રી

 

સામગ્રી

1 કપ ચોખા

અડધો કપ તુવેરની દાળ

1-2 સમારેલા ગાજર

અડધો કપ બીન્સ

1 નાનું બટાટું

1 નાનું ટમેટું

1 નાની ડુંગળી

1 ચમચી આમલીની પેસ્ટ

અડધી ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

આવશ્યકતા મુજબ પાણી

1-2 ચમચી ઘી

વઘાર માટે

રાઈ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, હીંગ અને કાજુ

બિસી બેલે ભાત

બનાવવાની વિધિ

1. આ ભાત બનાવવા અત્યંત સરળ છે. સૌપ્રથમ ચોખા (Rice) અને તુવેર દાળને સારી રીતે ધોઈને 30 મિનિટથી 1 કલાક સુધી પલાળી રાખવી.

2. ત્યાર બાદ, કૂકરમાં દાળ-ચોખા, સમારેલી શાકભાજી, હળદર અને મીઠું ઉમેરીને જરુર મુજબ પાણી ઉમેરો. આ ભાત નરમ હોય છે એટલે એ પ્રમાણે પાણી ઉમેરવું.

3. 3 થી 4 સીટી સુધી કૂકરમાં એને પકાવી લો અને પછી પ્રેશર નીકળે એની રાહ જુઓ.

4. પ્રેશર નીકળે પછી આ ભાતમાં આમલીની પેસ્ટ (Tamarind paste) ઉમેરી દો. સારી રીતે હલાવી લો. આ સૌથી જરુરી સ્ટેપ છે.

5. આ બિસી બેલે ભાત સામાન્ય ભાતથી પાતળા અને ખીચડી જેવા ઢીલા હોય છે આથી જરુર પડ્યે એમાં થોડું ગરમ પાણી ઉમેરી શકો છો. ત્યાર બાદ, થોડી મિનિટો ધીમા તાપે રંધાવા દો.

6. હવે વઘારની તૈયાર કરો. આ માટે એક નાના પૅનમાં ઘી ગરમ કરીને રાઈ, મીઠા લીમડાના પાન, સૂકા લાલ મરચાં, હીંગ અને કાજુને શેકી લો. આ વઘારને તૈયાર બિસી બેલે ભાત પર રેડી દો.

તો તૈયાર છે તમારી સ્વાદિષ્ટ પરંપરાગત દક્ષિણ ભારતીય સ્ટાઈલ બિસી બેલે ભાત…આ લંચને ઉપર ઘી અને થોડી બુંદી ઉમેરીને પાપડ અથવા રાયતા સાથે સર્વ કરી શકાય છે.


આ પણ વાંચો: નાસ્તામાં બનાવો લીલા મરચાવાળી ધમધમાટ તીખી મૂંગદાલ ઠેચા વાનગી…મહારાષ્ટ્રીયન સ્ટાઈલ રેસિપી…

આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર ચાટ…એ પણ તેલ વિના! બ્રેકફાસ્ટ માટેની ઝટપટ રેસિપી…

આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…