જકાર્તા,
ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં શનિવારે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલનો વધારો થયો છે. ભારતીય ખેલાડી તજિંદરપાલ સિંહે શોટ પુટ સ્પર્ધામાં ટોપ પર રહીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
તજિંદરપાલ સિહે ૨૦.૭૫ મીટર સાથે ભારતનો પરચમ લહેરાવ્યો હતો. ભારતનો એશિયન ગેમ્સમાં આ ૭મો ગોલ્ડ મેડલ છે.
#AsianGames2018: Tajinderpal Singh Toor wins gold medal in men's Shot Put. pic.twitter.com/KEzz1yzo9y
— ANI (@ANI) August 25, 2018
૨૩ વર્ષીય તજિંદરપાલે પ્રથમ રાઉન્ડમાં ૧૯.૯૬, બીજા રાઉન્ડમાં ૧૯.૧૫ મીટર. ત્રીજા રાઉન્ડમાં તેઓ ફાઉલ રહ્યા હતા, જયારે ચોથા રાઉન્ડમાં ૧૯.૯૬ અને પાંચમા રાઉન્ડમાં ૨૦.૭૫ મીટરનો રેકોર્ડ થ્રો કર્યો હતો. અંતિમ રાઉન્ડમાં ૨૦.૦૦ મીટરનો થ્રો કર્યો હતો.
દીપિકા અને જોશનાને બ્રોન્ઝથી કરવો પડ્યો સંતોષ
#AsianGames2018: Joshna Chinappa takes home bronze medal after losing to Malaysia's Sivasangari Subramaniam in women's singles squash semifinal. pic.twitter.com/3PAYFRjQH0
— ANI (@ANI) August 25, 2018
આ પહેલા ભારતે સ્ક્વૅશમાં ૩ બ્રોન્ઝમેડલ જીત્યા હતા. મહિલા સિંગલની સેમીફાઈનલમાં દીપિકા પલ્લીકલને ૩-૦થી હારનો સામનો કરવો પડ્યો.
#AsianGames2018: Joshna Chinappa takes home bronze medal after losing to Malaysia's Sivasangari Subramaniam in women's singles squash semifinal. pic.twitter.com/3PAYFRjQH0
— ANI (@ANI) August 25, 2018
જયારે જોશના ચિનપ્પાને પણ સેમીફાઈનલમાં મેચમાં ૩-૧થી હારનો સામનો કર્યાં બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
#AsianGames2018: Saurav Ghoshal takes home bronze medal after losing to Hong Kong's Chung Ming in men's singles squash semifinal. pic.twitter.com/1gie6l3L6Z
— ANI (@ANI) August 25, 2018
આ ઉપરાંત સ્ક્વૅશની મેન્સ સિંગલ મુકાબલામાં પણ ભારતના સૌરવ ઘોષાલની સેમીફાઈનલમાં મેચમાં હાર થઇ હતી અને તેઓએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
૧૮માં એશિયાઈ ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતના ખાતામાં કુલ ૨૯ મેડલ આવ્યા છે, જેમાં ૭ ગોલ્ડ, ૫ સિલ્વર અને ૧૭ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૨૯ મેડલ સાથે ૮માં નંબરે છે.
