ચીનનાં એક ટાઉનમાં વસવાટ કરતી દંપતીને લગ્નનાં 4 વર્ષ પછી પણ સંતાન નહીં થવાનાં કારણે ખૂબ હેરાન હતી. ડૉકટર પાસે જ્યારે તે ઉપચાર માટે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે, દંપતી 4 વર્ષથી વખતોવખત સેક્સ કરી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત છે કે મહિલા હજુ પણ વર્જિન છે.
ચીનનાં એક મેડિકલ જર્નલમાં છપાયેલાં સમાચાર પ્રમાણે ખબર પડી કે, આવું એટલા માટે બન્યું કારણ કે ગર્ભધારણ કરવા માટે કપલે ક્યારેય સેક્સ કર્યું જ નહોતું. આ ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જયારે બંને દંપતી ડોક્ટર પાસે પહોંચ્યા. ત્યાં 26 વર્ષના યુવકે અને 24 વર્ષની યુવતીએ પોતાની સમસ્યા જણાવી. તેમણે ડોક્ટરને જણાવ્યું હતું કે તેમની સેક્સ લાઈફ ખુબ જ દુઃખદાયક રહી છે. ત્યારે ડોક્ટર લી હોંગમઈએ મહિલાનું ચેકઅપ કર્યું તો ખબર પડી કે બંને દંપતી સેક્સને લઈને વધુ જાણકાર નથી.

શરૂઆતમાં ડોક્ટરોને લાગ્યું છે સેક્સ દરમિયાન મહિલાને થતી પીડા સામાન્ય છે, કારણ કે ઘણી મહિલાઓને આવી સમસ્યા રહે જ છે. વધુ પૂછપરછમાં જાણ થયું કે બંને લોકો સેક્સ તો કરતા હતા પરંતુ પ્રાકૃતિક રીતે નહોતા કરતા. જેના કારણે મહિલા ગર્ભધારણ કરવામાં સક્ષમ નથી બની.

જેથી ડોક્ટરોએ તેમને સેક્સ પ્રત્યે સચોટ માહિતીઓ પુરવાર પાડી હતી અને જણાવ્યું હતું કે ગર્ભ કઈ રીતે ધારણ કરી શકાય.

