Tech News/ ગૂગલે Gemini ના નિયમોમાં આપવી પડી મોટી રાહત, હવે દર 5 કલાકે લિમિટ રિફ્રેશ થશે

યુઝર્સની વ્યાપક ફરિયાદો બાદ ગૂગલે Gemini AI ના લિમિટ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દર 5 કલાકે લિમિટ રિફ્રેશ થશે અને 3.1 Flash-Lite મફત મળશે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

Trending Tech & Auto
Gemini

Google Gemini AI New Rules 2026: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરતા યુઝર્સ માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગૂગલના પ્રખ્યાત AI પ્લેટફોર્મ Gemini માં લિમિટ ઝડપથી ખતમ થઈ જવાની વ્યાપક ફરિયાદો અને યુઝર્સના ભારે વિરોધ બાદ આખરે કંપનીએ નમતું જોખ્યું છે. ગૂગલે જેમિની એપના નિયમો અને લિમિટ સ્ટ્રક્ચરમાં મહત્વના ફેરફારો કર્યા છે, જેથી યુઝર્સ કોઈપણ અવરોધ વિના તેનો લાંબો સમય ઉપયોગ કરી શકશે.

Gemini

નવો ‘કમ્પ્યુટ-યુઝ્ડ’ અભિગમ અને વીકલી કોટા

ગૂગલે આ માટે એક નવો “કમ્પ્યુટ-યુઝ્ડ” અભિગમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ, જ્યાં સુધી યુઝરની સાપ્તાહિક (Weekly) લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી દર 5 કલાકે આ લિમિટ રિફ્રેશ થતી રહેશે. આ ગણતરી પ્રોમ્પ્ટની જટિલતા, વપરાયેલા ટૂલ્સ અને ચેટની લંબાઈના આધારે કરાશે. સામાન્ય ટેક્સ્ટ પ્રોમ્પ્ટ ખૂબ ઓછું કમ્પ્યુટ વાપરે છે, જ્યારે જટિલ વીડિયો કે કોડિંગ પ્રોમ્પ્ટમાં વધુ પાવરની જરૂર પડે છે. આ સિવાય, યુઝર્સ આગામી સમયમાં ‘પે-એઝ-યુ-ગો’ સુવિધા હેઠળ વધારાની AI ક્રેડિટ્સ પણ ખરીદી શકશે.

Gemini

ભૂલ થાય તો કોટા નહીં કપાય Gemini માં

મોટી ફાઇલો ધરાવતા જટિલ પ્રોમ્પ્ટ્સ યુઝર્સનો આખો કોટા એકસાથે ખતમ ન કરી નાખે તે માટે સિંગલ પ્રોમ્પ્ટ દીઠ વપરાશની એક મહત્તમ મર્યાદા નક્કી કરાઈ છે. જો સિસ્ટમમાં કોઈ ખામી સર્જાય અથવા પ્રોમ્પ્ટ (Gemini) દરમિયાન કોઈ એરર આવે, તો તેનો ચાર્જ યુઝરે ભોગવવો નહીં પડે. તમારો કોટા માત્ર સફળતાપૂર્વક પૂરા થયેલા ટાસ્ક માટે જ ગણાશે.

ગૂગલે યુઝર્સને વધુ એક મોટી ભેટ આપતા 3.1 Flash-Lite પ્રોમ્પ્ટ્સને સંપૂર્ણપણે ફ્રી કરી દીધા છે, જે મેઈન કોટામાં ગણાશે નહીં. વળી, ‘ડીપ રિસર્ચ’ જેવા ભારે ટાસ્ક માટે ગૂગલ (Gemini) હવે વિગતવાર વપરાશ બ્રેકડાઉન અને નોટિફિકેશન્સ પ્રદાન કરશે. જ્યારે યુઝર કોઈ ચોક્કસ મોડલ પસંદ કરશે, ત્યારે સિસ્ટમ ભવિષ્યના તમામ સેશન્સ માટે તે ચોઇસને યાદ રાખશે.


આ પણ વાંચો:ગૂગલ I/O 2026 માં જેમિની 3.5 અને જેમિની ઓમ્ની લોન્ચ, AIથી વીડિયો બનાવવું અને એડિટ કરવું હવે વધુ સરળ

આ પણ વાંચો:ગૂગલ AI સ્ટુડિયો હવે એન્ડ્રોઇડ પર: માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી બનાવો એપ્લિકેશન્સ,  AI Tools

આ પણ વાંચો:મેટાના નવા પેઇડ પ્લાન લોન્ચ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપમાં મળશે પ્રીમિયમ ફીચર્સ