સિદ્ધપુર,
સિદ્ધપુરના સુજાણપુર પાસે બે કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતના પગલે મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. યુવાનોના મોતના પગલે પરિવાર જનોમાં આક્રંદ છવાયો હતો.

તો બીજી બાજુ અકસ્માતમાં થતા બન્ને ગાડીઓના કૂચે કુચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો અને ગાડીઓની લાંબા કતારો લાગી હતી.
