Entertainment News : દિગ્ગજ ડિરેક્ટર એસ.એસ. રાજામૌલીની આગામી સિનેમેટિક માસ્ટરપીસ ફિલ્મ ‘વારાણસી’ (Varanasi) ને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2027 માં રિલીઝ થનારી આ ફિલ્મનું નિર્માણ કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેનો લગભગ 80 ટકા જેટલો હિસ્સો પૂર્ણ થઈ ચૂક્યો છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ અંગે હવે એક ચોંકાવનારું અને મોટું અપડેટ સામે આવ્યું છે.
Varanasi : 1300 કરોડનું બજેટ અને 50 ભાષાઓમાં ડબિંગનું માસ્ટરપ્લાનિંગ
અંદાજે 1200 થી 1300 કરોડ રૂપિયાના ભવ્ય બજેટમાં આકાર લઈ રહેલી ‘વારાણસી’ ને રાજામૌલી (Rajamouli) આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.આ ફિલ્મને વિશ્વના 120 થી વધુ દેશોમાં એકસાથે રિલીઝ કરવામાં આવશે.ફિલ્મને વૈશ્વિક દર્શકો સુધી પહોંચાડવા માટે તેને લગભગ 50 અલગ-અલગ ભાષાઓમાં (Languages)ડબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AI કે કૃત્રિમ અવાજ નહીં, અસલી કલાકારોના વોઈસનો ઉપયોગ
અગાઉ એવી અફવાઓ વહેતી થઈ હતી કે ફિલ્મ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અવાજનો ઉપયોગ થશે, પરંતુ રાજામૌલીએ આ વાતોને ફગાવી દીધી છે.રાજામૌલીનું માનવું છે કે અવાજ એ અભિનયનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભાષાંતર દરમિયાન પાત્રની ભાવનાઓ, વ્યક્તિત્વ અને મૂળ ઈરાદો ખોવાઈ જવા જોઈએ નહીં. ફિલ્મમાં ઓરિજિનલ ફીલ જાળવી રાખવા માટે 50 ભાષાઓના ડબિંગ અર્થે 1500 થી પણ વધુ પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટોના વોઇસ સેમ્પલ લેવામાં આવશે.
આ પણ વાંચો :‘દ ટ્રેટર્સ 2’માં મલ્લિકા શેરાવતનો મોટો દાવો, ટોમ ક્રૂઝ મોકલે છે વીડિયો, કહ્યું- તેને મારા પર ક્રશ છે
આ પણ વાંચો :હૈદરાબાદમાં યશની ‘Toxic’ ફિલ્મના ઈવેન્ટમાં મોટો અકસ્માત, સાઉન્ડ સિસ્ટમ પડતાં બે લોકો ઈજાગ્રસ્ત
આ પણ વાંચો :બીજા લગ્ન કરશે ગોવિંદા? સુનિતા આહુજાના દાવાની મેનેજરે ખોલી પોલ, સામે આવી અસલી હકીકત!
