Gujarat Weather: ગુજરાતમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં સામાન્ય કરતા 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના તમામ વિસ્તારોમાં વરસાદ સરખો પડ્યો નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે. અહીં સામાન્ય કરતા 26 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યની એકંદર વરસાદી સ્થિતિની વાત કરીએ તો હજુ સામાન્ય કરતા 4 ટકા વરસાદની ઘટ છે. જોકે, આગામી દિવસોમાં વરસાદના આંકડામાં સુધારો થવાની શક્યતા છે.
આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસર જોવા મળી રહી છે. તેમ છતાં આગામી સપ્તાહમાં ભારે વરસાદ પડે તેવી કોઈ સંભાવના હાલ દેખાઈ રહી નથી.
અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જોકે, ભારે વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી હાલમાં કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી.
આ પણ વાંચો: દેશના 25 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતની ધરા ધ્રુજી, સાપુતારાથી નવ કિલોમિટર દુર ભૂકંપના આચકા અનુભવાયા
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય
