વાપી નજીક એક ગામમાં સસલાને પકડવા માટે મુકવામાં આવેલા ફાંસલામાં દીપડો ફસાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, વાપી નજીક આવેલા દેગામ ભીનાર ફળિયામાં એક દીપડો સસલાના શિકાર માટે ગોઠવાયેલ ફાંસલામાં ફસાઈ ગયો હતો.

વાડીમાં સસલાના શિકાર માટે વાયરનો ફાંસલો ગોઠવ્યો હતો જેમાં દીપડો ફસાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાંસલામાં ફસાયેલ દીપડા ને બચાવવા રેસ્ક્યુ હાથ ધર્યું હતું.

ભારે જહેમત પછી દીપડાને બહાર કાઢવામાં વનવિભાગને સફળતા મળી હતી. શિકારના ફાંસલામાં ફસાયેલા દીપડાને જોવા ભારે ભીડ જમા થઈ હતી.
