Delhi News/ ગુરુગ્રામમાં ખાખી શર્મશાર! હરિયાણા પોલીસના હવાલદારે નોકરીની લાલચ આપી મહિલા પર ગુજાર્યો ગેંગરેપ

Delhi Woman Raped in Gurugram: ગુરુગ્રામમાં હરિયાણા પોલીસના હવાલદાર સતીશે તેના મિત્ર સાથે મળી દિલ્હીની મહિલા પર દુષ્કર્મ આચર્યું. નોકરીના બહાને બોલાવી હોટલમાં નશો આપ્યો. પોલીસ તપાસ શરૂ.

Top Stories NATIONAL India
Gurugramમાં નોકરીની લાલચ આપી હરિયાણા પોલીસના જવાને આચર્યું દુષ્કર્મ

Gurugram Police Gangrape Case: હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસ વિભાગને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીની એક 25 વર્ષીય મહિલા સાથે ગુરુગ્રામની હોટલમાં ગેંગરેપ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી હરિયાણા પોલીસમાં તૈનાત એક હવાલદાર છે.

બસમાં થઈ હતી ઓળખાણ અને નોકરીની આપી લાલચ

પીડિતાના જણાવ્યા મુજબ, આશરે છ મહિના પહેલા ગુરુગ્રામથી કરોલ બાગ જતી બસમાં તેની મુલાકાત સતીશ કુમાર નામના વ્યક્તિ સાથે થઈ હતી. સતીશે પોતાને પોલીસ ઈન્સ્પેક્ટર ગણાવ્યો હતો અને તેની પત્ની જજ હોવાનું જણાવી મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીએ મુખ્યમંત્રી કોટા દ્વારા હરિયાણા પોલીસમાં નોકરી અપાવવાનું વચન આપી મહિલા પાસેથી ૩ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી.

Gurugramમાં નોકરીની લાલચ આપી હરિયાણા પોલીસના જવાને આચર્યું દુષ્કર્મ

નશીલી ચા આપી આચર્યું દુષ્કર્મ

29 જુલાઈ 2025 ના રોજ આરોપી સતીશે દસ્તાવેજો ચકાસવાના બહાને મહિલાને ગુરુગ્રામ (Gurugram) બોલાવી હતી. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં તે મહિલાને એમ.જી. રોડ પર આવેલી એક હોટલમાં લઈ ગયો. હોટલના રૂમમાં સતીશનો મિત્ર ‘લંબુ’ પહેલેથી જ હાજર હતો. બંનેએ ત્યાં દારૂ પીધો અને મહિલાને ચામાં નશીલી દવા ભેળવીને આપી દીધી. મહિલા અર્ધબેભાન અવસ્થામાં આવતા જ બંને નરાધમોએ વારાફરતી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

અશ્લીલ તસવીરો બનાવી આપી ધમકી

દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જો મહિલા કોઈને વાત કરે તો તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પોલીસ હોવાનો રોફ જમાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, પીડિતાએ હિંમત હાર્યા વગર દિલ્હીના કેન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાંથી આ કેસની ‘ઝીરો એફઆઈઆર’ (Zero FIR) નોંધીને ગુરુગ્રામ પોલીસને મોકલવામાં આવી હતી.

Gurugram: પોલીસ કાર્યવાહી અને તપાસ

18 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુરુગ્રામના ડીએલએફ ફેઝ-૨ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજ, ગેસ્ટ રજિસ્ટર અને કોલ ડિટેઇલ્સના આધારે પુરાવા એકત્ર કરી રહી છે. મુખ્ય આરોપી પોલીસ વિભાગનો જ કર્મચારી હોવાથી વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે.


આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં ચોંકાવનારી ઘટના, બુટલેગરે પત્ની પર આચર્યો ગેંગરેપ પછી…

આ પણ વાંચો:સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે ફક્ત 15 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી

આ પણ વાંચો:સુરતના ગેંગરેપમાં ગુનેગારોની કરાવાઈ રહી છે સ્પેકટ્રોસ્કોપી