World News/ ઈરાનમાં દવાઓની હાહાકાર! કેન્સર-હૃદયરોગની દવાઓ થઈ ગાયબ, અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ ગંભીર સ્થિતિ

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ દેશમાં Medicinesની ભારે અછત સર્જાઈ છે. 25 ફાર્મા સેન્ટરો તબાહ થતા કેન્સર અને હૃદયરોગના દર્દીઓની મુશ્કેલીઓ વધી છે. વાંચો સંપૂર્ણ વિગત.

international Top Stories World
Medicines

Medicine Shortage in Iran:  ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ હવે ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મુજબ, 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં દેશના વિવિધ પ્રાંતોમાં અંદાજે 25 જેટલી ફાર્માસ્યુટિકલ સુવિધાઓ અને દવા બનાવતા કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે દેશમાં ગંભીર ‘ડ્રગ ક્રાઈસીસ’ સર્જાયું છે.

Medicines

વ્યૂહાત્મક સંસ્થાઓ પર હુમલા

હુમલાખોરોએ ખાસ કરીને એવા કેન્દ્રોને નિશાન બનાવ્યા છે જ્યાં જીવનરક્ષક દવાઓ બનતી હતી:

મુખ્ય દવાઓ: કેન્સર, હૃદયરોગ, એનેસ્થેસિયા અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવી ગંભીર બીમારીઓની દવાઓના ઉત્પાદન કેન્દ્રો નાશ પામ્યા છે.

રસી ઉત્પાદન: તેહરાનમાં આવેલી પ્રસિદ્ધ પાશ્ચર સંસ્થા (રસી ઉત્પાદક) પર પણ હુમલો કરવામાં આવ્યો છે.

Medicines

બજારમાં Medicines ની અછત અને વધતા ભાવ

તેહરાનના ડો. પેજમાન નઈમે જણાવ્યું કે ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી સામાન્ય ગણાતી દવાઓ પણ અત્યારે બજારમાં મળવી મુશ્કેલ થઈ ગઈ છે.

કિંમતોમાં વધારો: યુદ્ધને કારણે દવાઓના વેચાણમાં ઘટાડો થયો છે અને જે દવાઓ ઉપલબ્ધ છે તેની કિંમતો આસમાને પહોંચી છે, જેનાથી સામાન્ય નાગરિકો માટે દવા ખરીદવી અશક્ય બની ગઈ છે.

કાચા માલની અછત: આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે વિદેશી દવાઓ અને દવા બનાવવા માટેનો કાચો માલ મળવામાં પણ મોટી સમસ્યાઓ આવી રહી છે.

Medicines

સરકાર અને ફાર્માસિસ્ટોના પ્રયાસો 

ચુનૌતીઓ છતાં ઈરાની સરકાર અને સ્થાનિક ફાર્માસિસ્ટો (Medicines) સ્થિતિને કાબૂમાં લેવા મથામણ કરી રહ્યા છે:

હેલ્પલાઇન: નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા જાણી શકાય કે કઈ ફાર્મસીમાં કઈ દવા ઉપલબ્ધ છે.

નેટવર્ક: ફાર્માસિસ્ટોએ દર્દીઓને દવાઓ (Medicines) પહોંચાડવા માટે પોતાનું એક સ્વતંત્ર નેટવર્ક તૈયાર કર્યું છે.

ઈરાને દવાના પ્લાન્ટ્સ પરના હુમલાને ‘યુદ્ધ અપરાધ’ (War Crime) ગણાવ્યો છે અને આશા વ્યક્ત કરી છે કે યુદ્ધવિરામ બાદ સ્થિતિમાં સુધારો થશે.


આ પણ વાંચો :ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?

આ પણ વાંચો :ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી પર અંધાધૂંધ ફાયરિંગ

આ પણ વાંચો :નાઈજીરિયામાં ISIS નું ખૂની તાંડવ, ગુયાકુ ગામમાં 29 નિર્દોષ નાગરિકોના મોતથી મચ્યો હાહાકાર