World News/ ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?

યુએસ સેન્ટ્રલ કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટમાં Iran ના 38 જહાજોને રોક્યા છે. ઈરાને નાકાબંધી હટાવવા માટે અમેરિકાને નવો પ્રસ્તાવ આપ્યો છે. ટ્રમ્પની રણનીતિ અને પુતિન સાથે ઈરાનની મુલાકાત વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories international World
Iran

Trump vs Iran Update:  પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન (Iran) પર દબાણ વધારવા માટે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં કડક નાકાબંધી કરી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના દાવા મુજબ, અત્યાર સુધીમાં ઈરાનના 38 જહાજોને આંતરીને રોકવામાં આવ્યા છે. આ કડક વલણ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી રશિયા પહોંચ્યા છે અને રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરનાર છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી સેનાનું વર્ચસ્વ

અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ ઈરાની (Iran) જળક્ષેત્રની સતત દેખરેખ રાખી રહ્યા છે.

38 જહાજો અટકાવ્યા: ઈરાનમાં (Iran) આવતા અને બહાર જતા કુલ 38 વેપારી જહાજોને રોકીને રિડાયરેક્ટ કરવામાં આવ્યા છે.

લશ્કરી તૈનાતી: અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય શક્તિ વધારી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને વાટાઘાટો માટે મજબૂર કરવાનો છે.

Iranનો નવો પ્રસ્તાવ: યુદ્ધ વિરામની ઓફર

અમેરિકી મીડિયા આઉટલેટ ‘એક્સિયોસ’ ના રિપોર્ટ મુજબ, ઈરાને નાકાબંધી હટાવવા અને યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે.

પરમાણુ મુદ્દો ગાયબ: ચોંકાવનારી વાત એ છે કે આ નવા પ્રસ્તાવમાં ઈરાને પરમાણુ મુદ્દાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

રણનીતિ: ઈરાન આ પ્રસ્તાવ દ્વારા વાતચીતમાં આવેલી અડચણો દૂર કરવા અને અમેરિકી હુમલાઓને અટકાવવા માંગે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને સિચ્યુએશન રૂમ મીટિંગ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ગંભીર મુદ્દે સોમવારે પોતાની ટોચની નેશનલ સિક્યુરિટી અને વિદેશ નીતિની ટીમ સાથે ‘સિચ્યુએશન રૂમ’ માં બેઠક કરી શકે છે. ટ્રમ્પનો ઉદ્દેશ્ય ઈરાનને યુરેનિયમ સંવર્ધન રોકવા માટે મજબૂર કરવાનો છે. જો નાકાબંધી હટાવવામાં આવે તો ટ્રમ્પનો ઈરાન (Iran) પરનો પ્રભાવ ઘટી શકે છે, તેથી અમેરિકા અત્યારે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેવાના મૂડમાં નથી.


આ પણ વાંચો :ટ્રમ્પને મારવા ગન સાથે હોટલમાં ઘૂસ્યો હુમલાખોર, PM મોદીએ હુમલાની કરી આકરી નિંદા

આ પણ વાંચો :ટ્રમ્પ પરના હુમલા પાછળ શું છે સત્ય? સોશિયલ મીડિયા પર ‘સ્ટેજ્ડ એટેક’ના દાવા અને ફોરેન્સિક તપાસનો ખુલાસો