Gandhinagar News:ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અધિનિયમ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ સામે આવી રહી છે. મુખ્યમંત્રીની સંવાદ પોર્ટલ (CM Portal) પર આવી ફરિયાદોની સંખ્યા વધીને 200થી વધુ થઈ છે. આ ફરિયાદોમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓને શાળામાં અલગ બેસાડવા, અલગ વર્ગોમાં રાખવા અને અન્ય સુવિધાઓથી વંચિત રાખવાના આક્ષેપો છે.RTE અધિનિયમ 2009 હેઠળ ખાનગી બિન-અનુદાનિત શાળાઓમાં ધોરણ-1માં 25% બેઠકો આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. આ યોજનાનો હેતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ સ vs નબળા વર્ગના બાળકોને મળે તે સુનિશ્ચિત કરવાનો છે. જોકે, અમલીકરણમાં આવતી સમસ્યાઓને કારણે વાલીઓમાં અસંતોષ વધી રહ્યો છે.

RTEમાં પ્રવેશ લેતા વિધાર્થી સાથે ભેદભાવની ફરિયાદ
વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓથી અલગ બેસાડવું અથવા અલગ વર્ગોમાં રાખવું,રમત-ગમત, ભોજન અને અન્ય સુવિધાઓમાં ભેદભાવ અને કેટલીક શાળાઓમાં RTE વિદ્યાર્થીઓને વધારે દબાણ અથવા હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.
અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આવી ઘટનાઓ વધુ નોંધાઈ છે.

સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લા બે વર્ષમાં અમદાવાદમાં માત્ર 4 ફરિયાદો નોંધાઈ છે, જેમાં શાળાઓને શો-કોઝ નોટિસ અને ચેતવણી આપવામાં આવી છે. જોકે, શિક્ષણ કાર્યકર્તાઓ અને NGOના અંદાજ મુજબ વાસ્તવિક ઘટનાઓની સંખ્યા વધુ છે, કારણ કે મોટા ભાગના વાલીઓ ફરિયાદ કરવામાં ડરે છે અથવા જાણકારીના અભાવે ચૂપ રહે છે. વાર્ષિક અંદાજે 200થી વધુ અરિપોર્ટેડ કેસો હોવાનું માનવામાં આવે છે.

શિક્ષણ વિભાગે જણાવ્યું કે તમામ ફરિયાદો પર આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPO) આ ફરિયાદોની તપાસ અને સુનાવણી હાથ ધરશે. દોષિત શાળાઓ સામે દંડ, નોટિસ અથવા અન્ય કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
