Rajkot News:રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે આવેલી યસ બેંકની શાખામાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ (Fire) લાગવાની ઘટના બની છે. આ ઘટના બની ત્યારે બેંક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ બેંકની અંદરના સામાન અને ફર્નિચરને મોટું નુકસાન થયું છે.
આગ (Fire) 2 ફેબ્રુઆરીની રાત્રે બેંકના પહેલા માળે અચાનક ફાટી નીકળી હતી. ધીમે-ધીમે આગ વિકરાળ બની ગઈ અને બેંકની બારીઓના કાચ તાપથી ફૂટીને નીચે રોડ પર પડવા લાગ્યા, જેનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં આવતાં ધુમાડો અને જ્વાળાઓ દૂરથી જ દેખાતા હતા.સ્થાનિક લોકોએ તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી. ઘટનાસ્થળે ત્રણ ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી પહોંચી ગઈ અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા.

આગ (Fire)ને કારણે મચી અફરાતફરી
પ્રારંભમાં બેંકના આગળના ભાગમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ થોડી જ મિનિટોમાં આગ (Fire)ફરી ભડકી ઉઠી. આ પછી ફાયર ટીમે કટર મશીનની મદદથી બેંકનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો અને અંદરથી પણ પાણીનો જોરદાર મારો ચલાવ્યો. આગ્રહપૂર્વકના પ્રયાસો બાદ લગભગ રાત્રિના 12:35 વાગ્યે આગ (Fire) પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે ઇલેક્ટ્રિકલ ફોલ્ટને કારણે આગ લાગી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ આ અંગે વધુ તપાસ ચાલુ છે.આગ (Fire)ના કારણે બેંકના અંદરના ભાગને ભારે નુકસાન થયું છે.
