ભારત આજે તેનો 73મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આ પ્રસંગે અટારી-વાઘા બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે મીઠાઈની આપ-લે કરવામાં આવી હતી. અગાઉ સ્વતંત્રતા દિવસ પર ભારત અને પાકિસ્તાનના અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.દર વર્ષે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પાકિસ્તાન અને ભારતના સૈનિકો અકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરતા હોય છે તે પરંપરા આજે પણ તેઓએ નિભાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ગણતંત્ર દિવસ પર ભારત વિશેષ પ્રદર્શન કરવા જઇ રહ્યું છે. ભારતીય વાયુસેનાના 75 વિમાન અને હેલિકોપ્ટર ફલાયપાસ કરશે.”વંદે ભારતમ” સ્પર્ધામાં પસંદગી પામેલા કલાકારો દ્વારા રજૂ થનારી પ્રસ્તુતિ આકર્ષણના કેન્દ્ર રહેશે.આ વર્ષે પરેડમાં કુલ 16 ટુકડીઓ ભાગ લઇ રહી છે.તેમાં ભૂમિદળની 6,નૌકાદળ અને વાયુસેનાની 1-1,કેન્દ્રીય સશસ્સ્ર પોલીસ દળના 4, દિલ્હી પોલીસની1, NCCની 2,તેમજ NSSની એક ટુકડીનો સમાવેશ થાય છે.વિવિધ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિભાગોની 25 ઝાંખી,ગણતંત્ર પરેડમાં ભાગ લેશે. દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડ માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે.સુરક્ષા માટે 27 હજારથી વધુ પોલીસ કર્મી તૈનાત થયા છે. 300થી વધુ CCTV લગાવવામાં આવ્યા છે. આ વર્ષે ગણતંત્ર પરેડ નિહાળવા માટે ઑટો રીક્ષા ચાલકો, શ્રમિકો, સફાઇ કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કર્સના કેટલાક સમુહોને વિશેષ રૂપે નિમંત્રણ અપાયું છે
