Gujarat News/ રાજ્યભરમાં RTO ઇન્સ્પેક્ટરોની હડતાળનો અંત

રાજ્યભરમાં RTOના મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન છેલ્લા કેટલાક દિવસોથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Gujarat News:રાજ્યભરમાં RTOના મોટર વાહન વિભાગના ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશન છેલ્લા કેટલાક દિવસોથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં વિવિધ પ્રકારના વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. સરકાર દ્વારા જે અધિકારીઓને સમસ્યાઓ ઉકેલવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેઓ કામ પર પાછા ફર્યા છે. આજે બપોરે 12 વાગ્યા પછી એપોઇન્ટમેન્ટ લીધેલા અરજદારોનું કામ આજથી જ રાબેતા મુજબ થશે.

સોમવારે, ‘નો લોગિન ડે’ ઝુંબેશને કારણે ટેકનિકલ અધિકારીઓ કામ પરથી ગેરહાજર રહ્યા હતા, જેના કારણે એપોઇન્ટમેન્ટ લઈને આવેલા અરજદારોને અસુવિધા થઈ હતી. આજે પણ બધા અધિકારીઓ માસ સીએલ પર જવાની ચીમકી આપી હતી. જોકે, સરકારે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું વચન આપ્યા બાદ તમામ અધિકારીઓ કામ પર પાછા ફર્યા છે.

ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થવાને કારણે, દોઢ દિવસમાં 400 થી વધુ અરજદારો અમદાવાદ RTO ઓફિસમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શક્યા નહીં. ટેસ્ટ ટ્રેક બંધ થવાને કારણે, 200 થી વધુ લોકો વસ્ત્રાલ RTO ઓફિસમાં ટેસ્ટ આપી શક્યા નહીં. અરજદારો બપોરે 12 વાગ્યા પછીની બધી એપોઇન્ટમેન્ટ પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે.

રાજકોટના 25 સહિત રાજ્યભરના RTO નિરીક્ષકો અને સહાયક નિરીક્ષકોએ તેમની પડતર માંગણીઓ અંગે આંદોલન શરૂ કર્યું હતું, પરંતુ હવે સરકારના સકારાત્મક વલણને કારણે હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. જોકે, ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક અને લાઇસન્સિંગ સહિતની સેવાઓ દોઢ દિવસ સુધી બંધ રહેતાં 1,000 થી વધુ અરજદારો RTO ઓફિસમાં અટવાઈ ગયા હતા. સરકારના વિરોધમાં કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધીને કામ ચાલુ રાખ્યું. ગઈકાલે, નો લોગિન ડે ઝુંબેશના ભાગ રૂપે ટેકનિકલ અધિકારીઓએ તેમનું કામ બંધ કરી દીધું હતું. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પણ બંધ હતો અને આજે માસ સીએલના કારણે કામ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે હડતાળ પૂરી થઈ ગઈ છે અને ટેકનિકલ અધિકારીઓએ કામ શરૂ કરી દીધું છે, અને અરજદારોની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યભરમાં RTOની કામગીરી ઠપ, RTO ઇન્સ્પેક્ટર હડતાળ પર ઉતર્યા

આ પણ વાંચો:જામનગરની ટ્રાફિક શાખા અને RTO કચેરી દ્વારા અકસ્માતો ઘટાડવા મેગા ડ્રાઇવ

આ પણ વાંચો:RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ