Ahmedabad News/ નજીવી બાબતના દિકરાના ઝઘડાનો બદલો લેવા પિતાએ અમદાવાદના બે વિસ્તાર લીધા બાનમાં

કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : કૃષ્ણનગરમાં કુખ્યાત બુટલેગરના પુત્રનુ અપહરણ કરી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દીકરાનો બદલો લેવા બુટલેગર પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. કુખ્યાત ધમા બારડ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી કૃષ્ણનગર પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ રાઠોડનુ અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. અજીત સિંહ રાઠોડ પોતાની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં પોતાની સોસાયટીના દરવાજા પાસે પહોંચ્યો હતો. આ સમયે મર્સિડીઝ ગાડીમાં આવેલા બે શખ્સોએ આવીને પૂછ્યું કે કેમ ડીપર માર્યું તેમ કહીને અજીતસિંહ રાઠોડને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ મર્સિડીઝ ગાડી ચાલક બે શખ્સોમાંથી એક શખ્સે કોઈને ફોન કરતા પાંચ જ મિનીટમાં બ્લેક કલરની બીજી એક ફોર વ્હીલર શ્યામ વિહાર સોસાયટી પાસે આવીને ઉભી રહી અને તેમાંથી કુખ્યાત ધમા બારડ સહીત ત્રણથી વધુ શખ્સો ઉતર્યા હતા અને અજીતસિંહ રાઠોડને ઢોર માર મારીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે આવેલી પેન્શન બંધુ ઓફીસ ખાતે લઇ જઈને વધુ ઢોર માર માર્યો હતો.

આ સમયે અજીતસિંહ રાઠોડના સંબંધી આવી પહોંચતા ધમા બારડ સહીત પાંચ શખ્સો નાસી ગયા હતા. ત્યારબાદ ઘાયલ અજીતસિંહને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ધમા બારડ સહીત ચારથી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોએ ફરી એક વખત વિસ્તારને બાનમાં લીધો હોવાનો બનાવ બનવા પામ્યો છે. એક જમાનામા શહેરના અસારવા વિસ્તારમાં દારુની હાટડીઓ બેફામ ચલાવનાર કિશોર લંગડાના દીકરા અજીતસિંહ રાઠોડને કુખ્યાત ધમા બારડ સહીત પાંચ શખ્સોએ ભેગા મળીને તેનું અપહરણ કરી લીધું અને પાશ્વનાથ કેનાલ પાસેના રોડ પર લઈને ઢોર માર માર્યો હતો.

પોલીસ ફરિયાદ કરીશ તો વધુ મારીશું તેવું ધમકી પણ પાંચેય શખ્સોએ આપી હતી. અજીતસિંહ રાઠોડના દીકરો શાહીબાગ મોહનસિનેમા પાસે આવેલી તેની હોટલ બંધ કરીને ગત રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ નીકળ્યો હતો અને રાત્રીના બે વાગ્યાના અરસામાં કૃષ્ણનગર શ્યામ વિહાર સોસાયટીના ગેઇટ પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન એકાએક મર્સિડીઝ ગાડીમાં સવાર બે શખ્સો આવ્યા અને રસ્તામાં ડીપર કેમાં મારતો હતો કહીને અજીતસિંહને ગાળો બોલીને તકરાર કરવા લાગ્યા હતા. અજીતસિંહે ગાળો કેમ બોલો છો તેવું પૂછતા જ મર્સિડીઝ ગાડીમાં આવેલા બેમાંથી એક શખ્સે લાકડી કાઢીને અજીતસિંહના માથામાં એક ફટકો મારી દીધો હતો.

ત્યારે બીજા શખ્સે ફોન કરીને કોઈને બોલાવતા એક બ્લેક કલરની ગાડીમાં ત્રણ શખ્સો આવ્યા જેમાંથી કુખ્યાત ધમાબારડ સહિત અન્ય ત્રણ શખ્સો આવીને અજીતસિંહને માર મારવા લાગ્યા હતા. બાદમાં અજીત સિંહની ગાડીમાં તેને બેસાડીને પાશ્વનાથ કેનાલ રોડ પાસે લઇ ગયા અને પાંચેય ભેગા મળીને અજીતસિંહને ઢોર માર મારીને અધમૂવો કરી દીધો હતો. આ મામલે ઘાયલ અજીતસિંહે સારવાર લીધા બાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધમા બારડ સહીત અજાણ્યા પાંચ શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતના તમામ ક્લિનિકલ મેડિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સની નોંધણી હવે ફરજિયાત

આ પણ વાંચો: અમરેલી: ખાંભાના જામકામાંથી ઝડપાયો બોગસ ડોકટર, SOG પોલીસની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો, ડિગ્રી વગર ચલાવી રહ્યો હતો ગેરકાયદે ક્લિનિક, શિફા હોસ્પિટલ નામે ચાલતું હતું

આ પણ વાંચો: સતત બીજા દિવસે વધુ એક મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ, ટ્રસ્ટના નામે ચલાવતો હતો ક્લિનિક