Gandhinagar News/ પહેલા શૌચાલય અને હવે શ્વાન! ગુજરાતમાં શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશ, નવો પરિપત્ર જાહેર

ગુજરાતમાં શિક્ષકોને શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનો (dog count)ની ગણતરી કરવાનો આદેશ અપાયો છે. કોંગ્રેસે આ પરિપત્રનો વિરોધ કર્યો છે જ્યારે શિક્ષણ મંત્રીએ તેને સુરક્ષા માટે ગણાવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat
Dog count controversy: "શિક્ષકોને કૂતરા ગણવા કે ભણાવવા?" કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર કર્યા પ્રહાર

Gujarat school dog count controversy: ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. મતદાર યાદી શુદ્ધિકરણ (SIR) ની કામગીરી હજુ માંડ પૂરી થઈ છે ત્યાં જ શિક્ષણ નિયામક દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, હવે શિક્ષકોએ પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનોની ગણતરી કરીને સચોટ માહિતી આપવી પડશે. આ નિર્ણયને પગલે શૈક્ષણિક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું છે પરિપત્રમાં આદેશ?

નાયબ શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર હોસ્પિટલ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને શૈક્ષણિક સંસ્થાઓમાં રખડતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. આ માર્ગદર્શિકાના પાલન માટે શાળાઓના કેમ્પસ અને તેની આસપાસના વિસ્તારમાં શ્વાનોના સર્વે કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે.

Dog count controversy: "શિક્ષકોને કૂતરા ગણવા કે ભણાવવા?" કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર કર્યા પ્રહાર

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ: ‘શિક્ષકોને શ્વાન ગણવા કે વિધાર્થી ભણાવવા?’

શિક્ષકોને આ કામગીરી સોંપાતા કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ (Congress) પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં ૩ હજાર શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને ક્યારેક શૌચાલય ગણવા, ક્યારેક ભીડ ભેગી કરવા તો ક્યારેક તીડ ભગાડવા મોકલવામાં આવે છે. હવે શ્વાન ગણવાનો આદેશ કરીને સરકાર શિક્ષણનું સ્તર ક્યાં લઈ જવા માંગે છે? આ પરિપત્ર તાત્કાલિક રદ થવો જોઈએ.”

શિક્ષણ મંત્રીનો બચાવ: ‘વિદ્યાર્થીઓની સુરક્ષા માટેનો નિર્ણય’

બીજી તરફ, આ વિવાદ અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ સ્પષ્ટતા કરી છે કે, આ આદેશ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લેવાયો છે. તેમણે કહ્યું કે, “શિક્ષકોએ ક્યાંય ગામમાં સર્વે કરવા જવાનું નથી, માત્ર શૈક્ષણિક સંકુલના વિસ્તારમાં જ આ માહિતી એકઠી કરવાની છે. આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા માટે છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.”

Dog count controversy: "શિક્ષકોને કૂતરા ગણવા કે ભણાવવા?" કોંગ્રેસે શિક્ષણ વિભાગ પર કર્યા પ્રહાર

શિક્ષકોને સોંપાતી બિન-શૈક્ષણિક કામગીરીની યાદી

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શિક્ષકોને શિક્ષણ સિવાયની ઘણી અજીબોગરીબ કામગીરી સોંપવામાં આવી ચૂકી છે, જેને લઈને અનેકવાર વિવાદો પણ સર્જાયા છે. જેમાં તીડ ભગાડવા અને ખાડા ખોદવા જેવી મજૂરીલક્ષી કામગીરીથી માંડીને લગ્ન પ્રસંગોમાં ભોજનનો બગાડ ચેક કરવા જેવા કામોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષકોને શૌચાલયની ગણતરી, પશુઓની ગણતરી તેમજ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી અને SIR (Special Investment Region) ને લગતી વહીવટી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.


 પણ વાંચો: શિક્ષણ વિભાગે બઢતી અસ્વીકાર કરનાર 50 મદદનીશ શિક્ષકોના પ્રમોશન આદેશ રદ કર્યા

આ પણ વાંચો: એપ્રિલ-2026 વસતી ગણતરી: શિક્ષકો માટે ₹2 કરોડનું અકસ્માત વીમાની માગ

આ પણ વાંચો: રાજ્યમાં પ્રાથમિક શાળાઓના 782 શિક્ષકોએ રજૂ કર્યા ખોટા CCC સર્ટિફિકેટ