Not Set/ અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”, વાઈરલ થયો આ ફોટો

કેવડીયા, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવી ચુક્યું છે. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮૨ મીટરની સરદાર પટેલની આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ સાથે જ ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા બની ગઈ છે અને આ પ્રતિમા અંતરિક્ષમાંથી પણ સ્પષ્ટ જોવા મળી […]

Top Stories India Trending

કેવડીયા,

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવી ચુક્યું છે. ૩૧ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૮૨ મીટરની સરદાર પટેલની આ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ સાથે જ ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા બની ગઈ છે અને આ પ્રતિમા અંતરિક્ષમાંથી પણ સ્પષ્ટ જોવા મળી રહી છે.

સેટેલાઈટ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનો એક ફોટો ખેચવામાં આવેલા એક ફોટો બાદ આ ખુલાસો થયો છે. Oblique SkySat દ્વારા ૧૫ નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક સ્પષ્ટ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો. આ ફોટોને planet labsદ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

સરદાર પટેલની પ્રતિમાને ૬.૫ તીવ્રતાના આંચકા કે ૨૨૦ કિમી ઝડપે ફૂંકતા પવનની પણ નહિ થા

કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની ૧૮૨ મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને ૬.૫ તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે ૨૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા

સરદાર પટેલની ૧૮૨ મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે હવે આ દુનિયાની અન્ય પ્રતિમાને પણ પાછળ છોડી દેશે.

આ મામલે બ્રાઝીલમાં રિયો શહેરમાં આવેલી જીજસ ક્રાઈસ્ટની પ્રતિમા (૩૯.૬ મીટર), રશિયામાં સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલી એક પ્રતિમા (૮૫ મીટર), અમેરિકામાં માવેલી “સ્ટેચ્યુ ઓફ લિબર્ટી” (૯૩ મીટર), જાપાનમાં ઉશીકમાં ગૌતમ બુદ્ધની મૂર્તિ (૧૧૦ મીટર) તેમજ ચીનમાં હેનાનમાં લુંશાનમાં ભગવાન બુદ્ધની મૂર્તિ (૧૫૩ મીટર)ને પાછળ છોડશે.