VADODRA NEWS/ પાદરા-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એક મોત, મૃત્યુઆંક 21એ પહોંચ્યો

આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપસિંહ પઢિયારને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ લગભગ એક મહિના સુધી સારવાર હેઠળ હતા.

Top Stories Gujarat

Vadodra News: વડોદરા (Vadodra) જિલ્લામાં આવેલા પાદરા-ગંભીરા બ્રિજ (Gambhira bridge) પર 9 જુલાઈ, 2025ના રોજ થયેલી દુ:ખદ દુર્ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત (Death) નીપજ્યું છે, જેના કારણે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21એ પહોંચ્યો છે. મૃતકનું નામ દિલીપસિંહ પઢિયાર હતું, જેઓ 27 દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા હતા. ગત 4 ઓગસ્ટ, 2025ની સાંજે 4:00 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

9 જુલાઈ, 2025ના રોજ મહિસાગર નદી પર આવેલો 40 વર્ષ જૂનો પાદરા-ગંભીરા બ્રિજનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો, જેમાં 20 લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ગુમ થયો હતો. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દિલીપસિંહ પઢિયારને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ લગભગ એક મહિના સુધી સારવાર હેઠળ હતા.

મૃતકના પરિવારે SSG હોસ્પિટલના તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે દિલીપસિંહે ગતરોજ સવારે છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી, પરંતુ હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેમને સમયસર યોગ્ય સારવાર આપવામાં નિષ્ફળતા દર્શાવવામાં આવી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારી અને ઢીલી વહીવટી વ્યવસ્થાને કારણે દિલીપસિંહનું મોત થયું.

આ ઉપરાંત, પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે દિલીપસિંહનું મોત સાંજે 4:00 વાગ્યે થયું હોવા છતાં, હોસ્પિટલ તંત્રએ રાત સુધી તેમના મોતની જાણ પરિવારને કરી ન હતી, જેનાથી પરિવારમાં રોષ અને નિરાશા વધુ ઘેરી બની છે.

મૃતકના શબને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલના PM રૂમમાં ખસેડવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું ચોક્કસ કારણ જાણવા મળે તેવી અપેક્ષા છે, પરંતુ પરિવાર અને સ્થાનિકોનું માનવું છે કે હોસ્પિટલની બેદરકારી મોતનું મુખ્ય કારણ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20નાં મોત, બે હજી પણ ગુમ

આ પણ વાંચો:વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પર ભાજપ નેતા ભુલ્યા ભાન, પૂલ તૂટવાની ઘટનાને ગણાવી કુદરતી

આ પણ વાંચો:ગંભીરા બ્રિજની ઘટના બાદ વડોદરામાં મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક