અકોટા વિસ્તારમાં નળમાંથી કાળા રંગનું, દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી રહી હતી. સ્થાનિકોએ અનેકવાર પાલિકાને રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. મંતવ્ય ન્યૂઝે ઘટનાસ્થળે જઈને અહેવાલ પ્રસારિત કર્યો અને ઘટનાની ગંભીરતા પ્રસારિત કરી હતી.અહેવાલે તંત્રના ઊંધા પગલા બહાર લાવ્યા હતાં.મંતવ્યના કેમેરા ત્યાં પહોંચી ગયા બાદ તંત્રના કર્મચારીઓ ગાડી લઈને સ્થળ પરથી ભાગવા લાગ્યા હતા.આ દૃશ્ય સ્પષ્ટ કરે છે કે તંત્ર હવે મજબૂરીમાં જ પગલાં લઈ રહ્યું છે. સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોય તેવા મુદ્દાઓ પર જો સમયસર પગલાં ન લેવાય, તો પરિણામો ગંભીર થઈ શકે.
અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા ત્વરિત સફાઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું. ફિલ્ટર પ્લાન્ટમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવ્યું. તંત્રના ઇન્ચાર્જ અધિકારીઓએ જણાવ્યું કે ગુમાવટનો વિસ્તારમાં જાગૃતિ બાદ કામગીરી હાથ ધરવામાં આવી છે.પરંતુ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ માત્ર ટેમ્પરરી “શો ઓફ” છે. જ્યારે આ સમસ્યા વર્ષોથી ચાલુ છે, ત્યારે હવે માત્ર કેમેરા જોઈને દોડવા સાથે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે. મંતવ્ય ન્યૂઝ ફરી એકવાર માંગ કરી રહી છે કે તંત્ર જવાબદારી નક્કી કરે અને આવનારા સમયમાં આવી ઘટના ફરી ન બને તેની ખાતરી આપે.
