Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)માં ક્રાઈમ બ્રાંચ (Crime Branch) થર્ટી ફર્સ્ટ ઉજવણી (31st celebration)ની લઈને સક્રિય બની. ક્રાઈમ બ્રાંચે સપાટો બોલાવતા શહેના જુગારના અડ્ડા (gambling den) પર દરોડા (raid) પાડ્યા. શહેરમાં નવા વર્ષને આવકારવા અને વર્ષના અંતિમ દિવસની ઉજવણી કરવા પાર્ટીઓ કરવામાં આવે છે. પરંતુ કેટલીક વખત આ પાર્ટીઓમાં સટ્ટા રમવા જેવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓ થતી હોય છે. થર્ટી ફસ્ટ પહેલા જ જુગારધામ પર દરોડા પાડી શકુનિઓને દબોચ્યા.
મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચે કાગડાપીઠ અને ઔદિચ્યનગર સોસાયટી પાસેના અંબિક ફલેટમાં દરોડા પાડ્યા. ક્રાઈમ પોલીસને બાતમી મળતી હતી કે આ બંને સ્થાનો જુગારના અડ્ડા છે. અંહી અનેક શકુનિઓ સટ્ટો રમવા ભેગા થતા હોય છે. બાતમીના આધારે થર્ટી ફસ્ટ પહેલા જ ક્રાઈમ બ્રાંચે જુગઠું રમતાં 8 શકુનિઓને દબોચ્યા. અને તેમની પાસે રહેલ કુલ રૂ. 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી.
નોંધનીય છે કે કાગડાપીઠ પાસે જે સ્થાન પર દરોડા પડાયા તે પોલીસ સ્ટેશનથી થોડાક અંતરે દૂર છે. છતાં પણ પોલીસને જુગારધામની કોઈ ગંધ ના આવી તે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે. હાલમાં ક્રાઈમ બ્રાંચ થર્ટી ફસ્ટનો માહોલ ના બગડે માટે મોટો સટ્ટો રમાતો હોય તેવા શંકાસ્પદ સ્થાનો પર વોચ રાખી રહી છે. થર્ટ ફસ્ટમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરમાં અન્ય સ્થાનો પર પણ દરોડાની કાર્યવાહી થઈ શકે છે. ભૂતપૂર્વ વડાવપ્રધાન મનમોહન સિંહના નિધનથી શહેરમાં મોટો ઉત્સવ એવા કાંકરીયા કાર્નિવલ રદ કરાયો છે અને ફલાવર શોની તારીખો બદલવામાં આવી છે. છતાં પણ પોલીસને શંકા છે કે શોખીનો થર્ટી ફસ્ટની ઉજવણીમાં સટ્ટો જેવી ગેરપ્રવૃત્તિ રમી શકે છે અને તેથી જ શહેરમાં અનેક સ્થાનો પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે.
આ પણ વાંચો: ‘જો બાળકના આપ્યું, તો હું બીજા લગ્ન કરીશ…’જ્યારે પતિએ આપી ધમકી , ત્યારે મહિલાએ કાપ્યો કુહાડી વડે
આ પણ વાંચો: 33 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો મુંબઈ પોલીસે, પત્ની હત્યા કરનાર કઈ રીતે પકડાયો ક્રૂર પતિ
