સુમુલ ડેરીની હાઈપ્રોફાઇલ ચૂંટણી મામલે HC માં કરવામાં આવેલી અરજીનાં સંદર્ભમાં HC એ બન્ને પક્ષોને સાંભળ્યા બાદ મૌખિક ઓર્ડર કર્યો છે. સુમુલ ડેરીની ચૂંટણી યોજવા પર ગુજરાત હાઇકોર્ટની મૌખિક રીતે લીલી ઝંડી મળી ચૂકી છે. જી હા, ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે, ચૂંટણી યોજો પરંતુ મત બંધ પેટીમાં રહેશે. મતદાન બાદ પરિણામ જાહેર ન કરવા ચૂંટણી કમિશનરને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પર રોક લાગવવા અરજદારની રજૂઆત હતી. સુમુલ ડેરીનાં પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચૂંટણી 4 સપ્ટે.એ યોજાવવાની છે, જે હાઇકોર્ટનાં આદેશ બાદ યથાવત રીતે યોજવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
