Gujarat Local Body Election 2026/ અમદાવાદ જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વમાં મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારની અપીલ…

જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, Ahmedabad દ્વારા AMC, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પ્રકારની અગવડ…

Gujarat Gandhinagar
Ahmedabad, AMC, સુજીત કુમાર, મતદાન મથક વ્યવસ્થા, ઉનાળા

Gandhinagar News: અમદાવાદ જિલ્લા (Ahmedabad District)ની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલે મતદાન (Local Body Elections) યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર (District Election Officer and Collector Sujit Kumar) દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના મતાધિકારનો અચૂક પ્રયોગ કરવા અપીલ કરી છે.

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા (AMC), જિલ્લા-તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે યોજાશે ચૂંટણી

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પર્વ છે, જેમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે ચૂંટીને સ્થાનિક વહીવટમાં સહભાગી થવાની અમૂલ્ય તક મળે છે. તેમણે અમદાવાદના તમામ જાગૃત મતદારોને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી (Democracy)ને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે, તે માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મતદારો તટસ્થ, નિષ્પક્ષ અને નીડર વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મતદારોને પોતાના મતદાન મથકની જાણકારી https://sec.gujarat.gov.in/ ની વેબસાઇટ પરથી સર્ચ કરી શકાશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા

વધુમાં, હાલ ઉનાળાની ઋતુ (Summer Season)ને ધ્યાનમાં રાખીને દરેક મતદાન મથકો (Polling Booth) પર મતદારો માટે પૂરતા પ્રમાણમાં છાંયડા (શેડ) અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે વિવિધ મતદાન મથકો પર મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી મતાધિકારનો ઉપયોગ કરી શકાશે

અંતમાં, મતદાનના નિર્ધારિત સમય મુજબ સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા દરમિયાન દરેક નાગરિકો નજીકના મતદાન મથક પર જઈ, મતાધિકારનો ઉપયોગ કરવા પુનઃ અનુરોધ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : અમદાવાદમાં ચૂંટણી પ્રચાર અંતિમ અને નિર્ણાયક તબક્કામાં

આ પણ વાંચો : 26 એપ્રિલે ચૂંટણી પંચ, મતદારો અને રાજકીય પક્ષોની પરીક્ષા

આ પણ વાંચો : અમદાવાદમાં ગરમીએ ચૂંટણી પ્રચાર પર કરી અસર, કોંગ્રેસે કરી ખાટલા બેઠકો