Gujarat Local Body Election 2026/ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં આ વખતે દક્ષિણ ઝોનમાં શાસક પક્ષ માટે કપરા ચઢાણ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની (Gujarat Local Body Election 2026) ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ છે. કુલ 192 વોર્ડમાં જોઈએ તો ભાજપ માટે આ વખતે દક્ષિણ ઝોનમાં આવેલા વોર્ડમાં કપરા ચઢાણ છે. દક્ષિણ ઝોનમાં કુલ 32 બેઠકો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની (Gujarat Local Body Election 2026) ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ વખતે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ છે. કુલ 192 વોર્ડમાં જોઈએ તો ભાજપ માટે આ વખતે દક્ષિણ ઝોનમાં આવેલા વોર્ડમાં કપરા ચઢાણ છે. દક્ષિણ ઝોનમાં કુલ 32 બેઠકો છે. આ ઝોનના આઠેય વોર્ડમાં જટિલ જાતિગત સમીકરણો દરેક રાજકીય પક્ષના ઉમેદવારને ફાંફા પડાવી દે છે. તેમા પણ આખી પેનલ જીતાડતા તો દમ જ નીકળી જાય છે. અહીં જો કોઈ રાજકીય પક્ષે જીતવું હોય તો ઓબીસી, મુસ્લિમ અને બિનગુજરાતી મતદારોનું સમર્થન મેળવવું જરૂરી છે.

દક્ષિણ ઝોનના સળગતા પ્રશ્નો

રાજકીય તણાવ વચ્ચે, સ્થાનિક મુદ્દાઓ પણ આ વખતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારના રહેવાસીઓ માટે, પીરાણા ડમ્પિંગ સાઇટમાંથી આવતી દુર્ગંધ, હવા અને પાણીનું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યાઓ છે. ખોખરા-મણિનગર રેલ્વે ક્રોસિંગ પર પુલના અભાવે ટ્રાફિક જામમાં વધારો થયો છે. ઘણા વિસ્તારોમાં ગટર અને સ્વચ્છ પીવાનું પાણી એક સમસ્યા છે.

મણિનગર અને ખોખરા કોને ખોખરા કરશે

ભાજપનો ગઢ ગણાતા મણિનગરમાં 10,000 બ્રાહ્મણ અને 10,000 થી વધુ OBC મતદારો છે. ખોખરા ભાષાકીય રીતે વૈવિધ્યસભર છે. 35,000 ઓબીસી મતદારો ઉપરાંત 9,000 તમિલભાષી અને 7,000 મરાઠીભાષી મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

લાંભા અને ઈસનપુર: અપક્ષની જ બોલબાલા

લાંભામાં, ઠાકોર અને મુસ્લિમ સમુદાયના દરેકના 15,000 મત છે. ગઈ વખતે, અપક્ષ ઉમેદવારોએ અહીં એક બેઠક જીતીને સમીકરણને ઉલટાવી દીધું હતું. ઈસનપુરમાં, પાટીદારો (20,000), શાહ વણિક (20,000) અને વધુમાં વધુ 30,000 ઓબીસી મતદારો છે.

દાણીલીમડામાં મુસ્લિમ-એસસી મતદારો નિર્ણાયક

આ બંને વોર્ડમાં, મુસ્લિમ અને એસસી સમુદાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે. દાણીલીમડામાં, 50,000 મુસ્લિમ અને 20,000 એસસી મતદારો છે. છેલ્લી ચૂંટણીમાં, અહીં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. બહેરામપુરામાં પણ 47,000 મુસ્લિમ અને 28,000 એસસી મતદારો છે. 2021માં, કોંગ્રેસને અહીં ભાજપ કરતા બમણાથી વધુ મત મળ્યા.

વટવા અને ઇન્દ્રપુરી: બિન-ગુજરાતી મતોનું વર્ચસ્વ

વટવામાં 30,000 OBC અને મોટી સંખ્યામાં હિન્દી ભાષી મતદારો છે. ગત ચૂંટણીમાં, ભાજપને અહીં પ્રચંડ વિજય મળ્યો હતો. ઇન્દ્રપુરીમાં 28,000 OBC અને 9,000 હિન્દી ભાષી મતદારો છે. પ્રજાપતિ અને પંચાલ સમુદાયના મતો પણ અહીં નોંધપાત્ર છે.

2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દક્ષિણ ઝોનની 32 બેઠકોને ધ્યાનમાં લેતા, ભાજપે 23 બેઠકો જીતી, કોંગ્રેસે 8 બેઠકો જીતી અને એક અપક્ષ ઉમેદવારે 1 બેઠક જીતી. દક્ષિણ ઝોનમાં ભાજપનું સંગઠન મજબૂત છે, પરંતુ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસની મજબૂત પકડ છે. જો OBC અને બિન-ગુજરાતી મતદારો સ્થાનિક મુદ્દાઓ (જેમ કે ડમ્પિંગ સાઇટ્સ અને ટ્રાફિક) પર ધ્યાન કેન્દ્રિત કરે, તો પરિણામો ઉલટાવી શકાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો: કોંગ્રેસના શાસનમાં અમદાવાદ ‘લતીફ’નું, ભાજપના શાસનમાં અમદાવાદ અમદાવાદીઓનુઃ હર્ષ સંઘવી