Gujarat Weather/ ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો, નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર 

ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold Wave) તેજ બની છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 9°C નોંધાયું. IMD મુજબ આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થશે.

Top Stories Gujarat Breaking News
Cold Wave

Gujarat Weather:ગુજરાતમાં શિયાળાની ઠંડી (Cold Wave) હવે તેના પૂરા મિજાજમાં આવી ગઈ છે. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડુંગાર સ્થળ બન્યું છે. અન્ય શહેરોમાં પણ પારો નીચે ઉતર્યો છે, જેમાં રાજકોટ 10.1°, ભુજ 10.2°, કંડલા 10.4° અને અમદાવાદમાં 14.4° તાપમાન નોંધાયું છે.

Cold Wave

રાજ્યના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન

મુખ્ય શહેરો

તાપમાન

મુખ્ય શહેરો

તાપમાન

નલિયા 9.0° સુરેન્દ્રનગર 12.0°
રાજકોટ 10.1° ગાંધીનગર 13.4°
ભુજ 10.2° મુન્દ્રા 13.0°
કંડલા 10.4° મહુવા 13.3°
કેશોદ 11.1° અમદાવાદ 14.4°
અમરેલી 11.6° દ્વારકા અને ભાવનગર 14.6°
ડીસા 11.4° વડોદરા 15.0°

હવામાન નિષ્ણાતો અનુસાર, સામાન્ય રીતે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉત્તર ભારત અને હિમાલય (Himalayas) તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં કડકડતી ઠંડી (Cold Wave) લાવે છે. આ વર્ષે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance)ના અભાવે ભારે હિમવર્ષા ઓછી થઈ છે, જેના કારણે ઠંડા પવનોની તીવ્રતા ઓછી રહી હતી. વધુમાં, પ્રશાંત મહાસાગરમાં ‘અલ નિનો’ની અસરથી વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો અટક્યો હતો.જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. તાજેતરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા વધી છે, જેના કારણે ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચી રહ્યા છે.

Cold Wave

ગુજરાતમાં શીતલહેર (Cold Wave)

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ત્રણેય ઋતુઓમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ડિસેમ્બરમાં સામાન્ય રીતે કાતિલ ઠંડી (Cold Wave)પડતી હોય છે, પરંતુ આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં 22 વખત 10°થી નીચે તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ (Ahmedabad)માં ગત વર્ષે 14 દિવસ 14°થી નીચે તાપમાન નોંધાયું હતું. માહિતી અનુસાર આ વર્ષે નલિયા સિવાય કોઈ વિસ્તારમાં 10°થી નીચે તાપમાન નથી નોંધાયું.

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 5-7 દિવસોમાં ગુજરાતમાં ઠંડી (Cold Wave)માં વધારો થશે. ઉત્તર ભારતમાં ન્યૂનત્તમ તાપમાનમાં 2-4°નો ઘટાડો થઈ શકે છે, જેની અસર ગુજરાત પર પણ પડશે. ખાસ કરીને રાત્રે અને સવારે શીતલહેરનો પ્રભાવ તીવ્ર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું, જાણો ગુજરાતના ક્યાં જિલ્લામાં કેટલું નોંધાયું તાપમાન