Not Set/ હરિયાણાનાં CM મનોહરલાલ ખટ્ટરને યુવકનાં સેલ્ફી લેવા પર આવ્યો ગુસ્સો, કર્યુ આવુ વર્તન

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હંમેશા જનમુખે ચર્ચામાં બની રહેતા હોય છે. સુત્રોનાં જણાવ્યા મુજબ CM ખટ્ટર હરિયાણાનાં કરનાલમાં ભાજપનાં કાર્યકર્તાઓનું અભિવાદન કરવા માટે પહોચ્યા હતા, જ્યા તેઓ એક યુવક પર લાલઘુમ થતા જોવા મળ્યા હતા. યુવકની ભૂલ માત્ર એટલી જ હતી કે તે CM ખટ્ટર પાસે સેલ્ફી લેવા ગયો હતો. જેમા CM ખટ્ટરને ગુસ્સો આવતા […]

Top Stories India

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર હંમેશા જનમુખે ચર્ચામાં બની રહેતા હોય છે. સુત્રોનાં જણાવ્યા મુજબ CM ખટ્ટર હરિયાણાનાં કરનાલમાં ભાજપનાં કાર્યકર્તાઓનું અભિવાદન કરવા માટે પહોચ્યા હતા, જ્યા તેઓ એક યુવક પર લાલઘુમ થતા જોવા મળ્યા હતા. યુવકની ભૂલ માત્ર એટલી જ હતી કે તે CM ખટ્ટર પાસે સેલ્ફી લેવા ગયો હતો. જેમા CM ખટ્ટરને ગુસ્સો આવતા તેમણે તે યુવકનો મોબાઇલ જોરથી પછાડ્યો હોવાનું સામે આવ્યુ છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ હરિયાણાનાં કરનાલમાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ભાજપનાં કાર્યકર્તાઓનો આભાર માનવા પહોચ્યા હતા. થોડા સમય પહેલા લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં ભાજપને બહુ મોટી જીત મળી હતી. હરિયાણામાં 6 લાખથી પણ વધુ મતોથી ભાજપનાં ઉમેદવારોએ અહી જીત મેળવી હતી. આ કારણે CM ત્યા કાર્યકર્તાઓનું અભિવાદન કરવા પહોચ્યા હતા. જ્યા તેમની પાસે આવેલો યુવક પહેલા તેમને પગે લાગે છે અને બાદમાં મોબાઇલથી સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમના ગુસ્સાનો પારો આસમાને પહોચી ગયો હતો. તેમણે તુરંત જ તે યુવકનો મોબાઇલ ઝપટીને નીચે ફેંકી દીધો હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. અહી સવાલ એ બને છે કે એવી પણ શું નારાજગી હોય કે તેમને આ પ્રકારનું વર્તન કરવાની ફરજ પડી.

મોબાઇલથી સેલ્ફી લેવા પહોચેલો યુવક ભાજપનો જ કાર્યકર્તા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે જો CM લોકસભાની જીત બાદ કાર્યકર્તાઓનું અભિવાદન કરવા જ પહોચ્યા હતા ત્યારે શું તે આ કાર્યકર્તાને માત્ર એક સેલ્ફી લેવામાં ગુસ્સે કેવી રીતે થઇ શકે છે. વીડિયોમાં આપ જોઇ શકો છો કે એક માત્ર સેલ્ફી લેવાથી તેમને કેટલો ગુસ્સો આવી જાય છે. જો આ ગુસ્સો એક કાર્યકર્તા સામે આવી શકે છે તો સામાન્ય જનતાની શું વાત કરી શકાય?