Jaipur News : જયપુરની NIMS University રાજસ્થાનમાં સતત બે દિવસમાં બે વિદ્યાર્થીઓના મોતની ઘટના સામે આવતા કેમ્પસમાં ચકચાર મચી છે. હોસ્ટેલના એક રૂમમાંથી 20 વર્ષના વિદ્યાર્થી મોહિત સૈનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મોહિતે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.
મળતી માહિતી પ્રમાણે હોસ્ટેલના રૂમમાંથી દુર્ગંધ આવતાં સાથી વિદ્યાર્થીઓને શંકા ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસની હાજરીમાં બંધ રૂમ ખોલાવવામાં આવ્યો, જ્યાં મોહિતનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોહિત NIMS Universityમાં CPT સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો
મોહિત NIMS Universityમાં CPT સેકન્ડ યરનો વિદ્યાર્થી હતો. પ્રાથમિક અનુમાન મુજબ વિદ્યાર્થીનું મોત એકથી બે દિવસ પહેલાં થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ અને સમય પોસ્ટમોર્ટમ બાદ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
આ ઘટનાના એક દિવસ પહેલાં જ યુનિવર્સિટીમાં BTechના એક વિદ્યાર્થીના મોતની ઘટના સામે આવી હતી. આમ, સતત બે દિવસમાં બે વિદ્યાર્થીઓનાં મોત થતાં યુનિવર્સિટી કેમ્પસમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીના મોત (Student Death)પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
