haryana news/ હરિયાણામાં ચોકાવનારો કિસ્સો, મકાનમાલિકે જોયું તો, મૃતદેહના આંતરડા કોથળામાં ભરી રહી રહી હતી મહિલા. શું છે સમગ્ર હકિકત વાંચો.. 

કુરુક્ષેત્રમાં પત્ની પર પતિની હત્યાનો આરોપ. પોસ્ટમોર્ટમમાં મૃતકના શરીરમાંથી લીવરનો ભાગ અને એક કિડની ગાયબ હોવાનો ખુલાસો.

NATIONAL India Breaking News
Haryana

Haryana News: હરિયાણા (Haryana)ના કુરુક્ષેત્રમાં પત્ની પર પોતાના પતિની હત્યા કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસ મુજબ, પતિના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવી હતી અને પોસ્ટમોર્ટમ દરમિયાન શરીરમાંથી લીવરનો એક ભાગ તથા એક કિડની ગાયબ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલાની સારવાર શરૂ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Haryanaમાં પતિની હત્યા બાદ પત્નીની કરતુત

સીતાપુરનો 40 વર્ષીય રાજેશ કુરુક્ષેત્રમાં પત્ની વિમલા દેવી સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. રાજેશ પાણી સપ્લાયનું કામ કરતો હતો. શનિવારે સાંજે મકાનમાંથી ચીસોના અવાજ આવતા મકાનમાલિક છત પર પહોંચ્યા હતા. મકાનમાલિકના જણાવ્યા મુજબ, ત્યાં રાજેશ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો અને મહિલાના હાથમાં ધારદાર હથિયાર હતું. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ ચપ્પુ મળ્યા હોવાનું જણાવાયું છે.

મહિલાની ધરપકડ પહેલાં સારવાર ચાલુ

પોલીસના જણાવ્યા અનુસાર, મકાનમાલિકને જોઈને મહિલા (Wife) છત પરથી નીચે કૂદી પડી હતી, જેના કારણે તેને ઈજા થઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિમાં સુધારો થયા બાદ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હત્યાનું કારણ જાણવા માટે પણ તપાસ કરી રહી છે.

મકાનમાલિકનો દાવો છે કે મહિલા તાંત્રિક વિધિઓ કરતી હતી અને તેના કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જોકે, હત્યાનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે સામે આવ્યું નથી. પતિના શરીર (Victim Body)ના પોસ્ટમોર્ટમ દરમિયાન ફોરેન્સિક નિષ્ણાતોએ પેટ પર આશરે 37 સેન્ટિમીટર લાંબો અને ઊંડો ઘા હોવાનું નોંધ્યું હતું. આંતરડાં બહાર નીકળેલી સ્થિતિમાં હોવાનું પણ જણાવાયું છે.

ફોરેન્સિક તપાસમાં અંગો ગાયબ

પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતદેહમાંથી અડધું લીવર અને જમણી કિડની ગાયબ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ અંગો ક્યાં ગયા અને ઘટનામાં તેની શું ભૂમિકા છે તે અંગે તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપ્યો છે. સાથે જ ઘટનાસ્થળેથી મળેલા હથિયારો અને અન્ય પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:પત્નીના આડા સંબંધોના લીધે પતિની હત્યાઃ કુટુંબીજનોનો પત્ની અને સાસુ પર આરોપ

આ પણ વાંચો:વડોદરામાં અંગત અદાવતમાં પત્નીની સામે જ પતિની હત્યા

આ પણ વાંચો:પ્રેમ, કાવતરુ અને કરંટથી પતિની હત્યાનો પ્રયાસ! પત્નીએ પ્રેમી સાથે મળી રચી ખૌફનાક યોજના