Delhi High Court: દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત શર્મા (Justice Yashwant Varma) અચાનક ચર્ચામાં આવી ગયા છે. દિલ્હીમાં તેમના બંગલામાં આગ લાગ્યા બાદ, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા પહોંચી, ત્યારે તેમને ઘરમાં મોટી માત્રામાં રોકડ મળી આવી. આ ઘટના બની ત્યારે જસ્ટિસ શર્મા દિલ્હીની બહાર હતા. આ સમાચાર મળતાં જ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ હરકતમાં આવ્યું અને તેમને તેમના મૂળ સ્થાન, અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટ (Supreme Court) કોલેજિયમના વડા તરીકે કાર્યરત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાએ જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફર માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.
જસ્ટિસ યશવંત વર્માએ ઓક્ટોબર 2021 માં દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. આ પહેલા તેમણે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court)માં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા હતા. 13 ઓક્ટોબર 2014ના રોજ તેમને અલ્હાબાદ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 1 ફેબ્રુઆરી 2016ના રોજ તેમને કાયમી ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ પછી 11 ઓક્ટોબર 2021ના રોજ તેમને દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા.
જસ્ટિસ વર્માના રહેણાંક બંગલામાં આગ લાગ્યા બાદ મોટી રકમ રોકડ મળી આવી હતી. અહેવાલો અનુસાર, આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં નહોતા અને તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ બુઝાયા પછી, રૂમમાંથી મોટી માત્રામાં રોકડ મળી આવી. આ પૈસા ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હોવાની શંકા હતી.
જસ્ટિસ યશવંત વર્માનો જન્મ 6 જાન્યુઆરી 1969ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના હંસરાજ કોલેજમાંથી બી.કોમ (ઓનર્સ) કર્યું અને બાદમાં મધ્યપ્રદેશની રેવા યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી. 8 ઓગસ્ટ 1992ના રોજ તેઓ વકીલ તરીકે નોંધાયેલા હતા.
અલ્હાબાદ હાઈકોર્ટમાં તેમના કાર્યકાળ દરમિયાન, ન્યાયાધીશ યશવંત વર્માએ શ્રમ અને ઔદ્યોગિક કાયદો, કોર્પોરેટ કાયદો, કરવેરા અને સંબંધિત ક્ષેત્રોમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેમણે 2006 થી અલ્હાબાદ હાઈકોર્ટ માટે ખાસ સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. વધુમાં, ન્યાયાધીશ વર્માએ 2012 થી ઓગસ્ટ 2013 સુધી ઉત્તર પ્રદેશના મુખ્ય સ્થાયી સલાહકાર તરીકે પણ સેવા આપી હતી, તે પહેલાં તેમને કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:પત્નીને ‘પરજીવી’ કહેવું પતિને પડ્યું ભારે, દિલ્હી હાઈકોર્ટે લગાવી ફટકાર, ભરણપોષણનો કર્યો આદેશ
આ પણ વાંચો:IASની નોકરી ગઈ, હવે દિલ્હી હાઈકોર્ટે મોકલી નોટિસ, પૂજા ખેડકરને ચાલાકી મોંઘી પડી