Anand News/ આણંદમાં બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું

સૂત્ર મુજબ ચેરમેન રૂષિન પટેલે રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.

Gujarat

Anand News: આણંદ (Anand)માં બોરીયાવી (Boriyavi) નગરપાલિકામાં કાર્યરત કારોબારી ચેરમેનની પત્નીએ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. રિદ્ધિ સુથારના આપઘાત (Suicide)થી પરિવારમાં શોક ફેલાયો છે.

આણંદ જીલ્લામાં બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્ની રિદ્ધિ સુથારે લાંભવેલ નજીક કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. રિદ્ધિ સુથાર મોડેલિંગ (Modeling) અને ઈન્ફ્લુએન્સર (Influencer) હતી, કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કવડતાલ પોલીસ પરિવારની પૂછપરછ કરી રહી છે. સૂત્ર મુજબ ચેરમેન રૂષિન પટેલે રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. દોઢ વર્ષનું બાળક હતું તેમ જાણવા મળેલ છે. કારોબારી ચેરમેને તાજેતરમાં બોરિયાવી નપાની ચૂંટણી જીતી હતી.

આણંદમાં અગાઉ આંકલાવ (Anklav) તાલુકાના ખડોલ ગામમાં પરિવારના સભ્યોએ કિશોરીને ભોજન રાંધવા બદલ કહ્યું હતું. આ કારણથી માઠું લાગતાં ઘર છોડીને દૂર લીમડાના ઝાડ પર કપડાં વડે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે સ્થાનિક લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યોને જાણ કરી અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા. આ ઘટનાની જાણ અંકલાવ પોલીસને થતાં પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કિશોરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.

થોડા દિવસો પહેલા તાપી (Tapi)ના વ્યારા તાલુકાના ખુશાલપુરા નજીક આવેલી નહેરમાંથી એક મહિલા અને તેની બે દીકરીઓના મૃતદેહ મળવાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જમવામાં ખીચડી બનાવવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે પત્નીએ આવેશમાં પોતાની બે દીકરીઓ સાથે નહેરમાં કૂદીને આપઘાત (Suicide) કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પતિએ રોટલા કેમ ન બનાવ્યા તેમ કહેતા પત્નીને માઠું લાગી ગયું હતું, જેના કારણે તેણે આવેશમાં આવીને પોતાની 2 દીકરીઓ સાથે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે અને પરિવારજનોના નિવેદનો લઈ રહી છે. આ ઘટનાએ પારિવારિક સંબંધોમાં રહેલા તણાવ અને આવેશમાં લેવાતા પગલાંની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું અને પરિવારમાં શોક માહોલ પ્રસર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણામાં એજન્ટોએ યુવાનને વિદેશ મોકલ્યા બાદ પરિવારને આપી મોતની ધમકી! પિતાએ કર્યો આપઘાત

આ પણ વાંચો:વડોદરામાં 17 વર્ષીય કિશોરે કરી આત્મહત્યા, સુસાઇડ નોટ મળી આવી

આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો