Ahmedabad News/ અમદાવાદ એરપોર્ટ પર 83 લાખનું સોનું ઝડપાયું, શારજાહથી આવેલી મહિલા પાસે સોનાની ચેઇન મળી આવી

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર શારજાહથી આવેલી મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેઇન (Gold Chain) મળી આવતા કસ્ટમ્સ એક્ટ (Customs Act) હેઠળ કાર્યવાહી. 83.14 લાખનું સોનું જપ્ત કરાયું અને વધુ તપાસ શરૂ.

Gujarat Ahmedabad Breaking News
Ahmedabad Airport

Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર કસ્ટમ્સ વિભાગે શારજાહથી આવેલી એક મહિલા પાસેથી 83.14 લાખ રૂપિયાનું સોનું (Gold Seizure) ઝડપી પાડ્યું છે. મહિલાના સ્વેટરમાંથી 499.540 ગ્રામ 24 કેરેટ સોનાની ચેઇન મળી આવતા અધિકારીઓએ સોનું જપ્ત કરી મહિલાની અટકાયત કરી હતી.

Ahmedabad Airport પર 80 લાખનું સોનું જપ્ત

 શારજાહથી અમદાવાદ આવેલી એક મહિલા મુસાફરની તપાસ કરવામાં આવતા મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેઇન મળી આવી હતી. તપાસ દરમિયાન કુલ 499.540 ગ્રામ 24 કેરેટ સોનું મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત આશરે રૂપિયા 83.14 લાખ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ અધિકારીઓએ તપાસ દરમિયાન મહિલાના સ્વેટરમાંથી સોનાની ચેઇન શોધી કાઢી હતી. સોનાને છુપાવીને લાવવામાં આવ્યું હોવાની શંકાના આધારે કસ્ટમ્સ વિભાગે (Customs Department)મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સની કાર્યવાહી: શારજાહથી આવેલા બે મુસાફરો પાસેથી 219.43 ગ્રામ સોનું ઝડપાયું

આ પણ વાંચો:અમદાવાદ: કસ્ટમ્સે રૂપિયા.65.69 લાખનું સોનું ઝડપ્યું, શરીરમાં છુપાવેલી સોનાની પેસ્ટમાંથી 422.83 ગ્રામનો બાર બનાવાયો

આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ-DRIનું મેગા ઓપરેશન: રૂ.1.33 કરોડનું સોનું જપ્ત, 3 મુસાફરો ઝડપાયા