Surat News/ સુરતના ઉધનામાં જર્જરિત માર્કેટમાંથી માનવ કંકાલ મળતા ચકચાર, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી

સુરતના જર્જરિત માર્કેટમાંથી માનવ કંકાલ (Human Skeleton) મળી આવતા ચકચાર. FSL તપાસ સાથે પોલીસ તપાસ શરૂ.

Gujarat Surat Breaking News
human skeleton

Surat News: સુરતના ઉધના વિસ્તારમાં જર્જરિત માર્કેટમાંથી માનવ કંકાલ (Human Skeleton) મળી આવતા ચકચાર મચી છે. અંબર કોલોની સામે આવેલા એપી માર્કેટમાંથી કંકાલ મળી આવતાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને FSLની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે.

જર્જરિત માર્કેટમાંથી Human Skeleton મળ્યો

મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં અંબર કોલોની સામે આવેલા એપી માર્કેટ (Dilapidated Market)માં માનવ કંકાલ મળી આવ્યું હતું. માર્કેટ જર્જરિત સ્થિતિમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા તેને છેલ્લા એક વર્ષથી સીલ કરવામાં આવ્યું હતું. સીલ કરાયેલા માર્કેટમાંથી અચાનક માનવ કંકાલ મળી આવતાં સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. કંકાલ અહીં કેવી રીતે પહોંચ્યો અને તે કોનો છે તે અંગે હાલ રહસ્ય સર્જાયું છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

માનવ કંકાલ મળી આવ્યાની જાણ થતાં ઉધના પોલીસ (Udhan Police)તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કંકાલને કબજામાં લઈને તેની ઓળખ અને ઘટનાની હકીકત જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા માર્કેટમાં કંકાલ મળ્યો તે સ્થળની આસપાસની સ્થિતિ અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

કંકાલની તપાસ(Police Investigation) માટે FSL ની મદદ લેવામાં આવી રહી છે. ફોરેન્સિક તપાસના આધારે કંકાલ માનવનો જ છે કે નહીં, તેની ઉંમર અને અન્ય જરૂરી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ કંકાલ કેટલા સમયથી ત્યાં હતું અને કોઈ વ્યક્તિનું મોત કયા સંજોગોમાં થયું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:પાટણમાં ખોદકામ દરમિયાન માનવ કંકાલ મળતા ચકચાર, ખનીજ વિભાગની ટીમ દોડતી થઈ

આ પણ વાંચો:સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું, રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ

આ પણ વાંચો:1 હજાર વર્ષ જૂના માનવ કંકાલનો આવ્યો DNA રિપોર્ટ: યોગમુદ્રામાં જીવતા સમાધિ લીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો, લખનઉથી રિપોર્ટ આવ્યો ગુજરાત