Patan Human Skeleton Found : પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) તાલુકાના નેદરા ગામમાં નદીના પટમાં ચાલી રહેલા રેતી ખોદકામ (Sand Mining) દરમિયાન માનવ કંકાલ (Human Skeleton ) મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. રેતીની લીઝ હેઠળ કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન અચાનક માનવ હાડપિંજર (Human Skeleton) અને ખોપડીના અવશેષો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
માનવ હાડપિંજર (Human Skeleton) અને ખોપડીના અવશેષો મળ્યા
મળતી વિગતો અનુસાર, નેદરા ગામ નજીક નદીના પટમાં લીઝધારક દ્વારા કાયદેસર રીતે રેતી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જમીન ખોદતા ખોદતા અચાનક માનવ હાડપિંજર (Human Skeleton)અને ખોપડી (Skull) ના અવશેષો નજરે પડ્યા હતા. આ દ્રશ્ય જોઈને કામદારો અને આસપાસના ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા.
ખનીજ વિભાગની ટીમ દોડતી થઈ
ઘટનાની જાણ થતાં જ ગ્રામજનોએ તરત જ ખાણ અને ખનીજ વિભાગને ( Mines and Minerals Department)માહિતી આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ભૂસ્તરશાસ્ત્રી (Geologist)ના નેતૃત્વમાં ટીમ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે અને મળેલા અવશેષોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.

ગ્રામજનો અને લીઝ ધારક વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો
લીઝ માલિકની પૂછપરછ દરમિયાન તેમણે વર્ષ 2016થી કાયદેસર લીઝ (Lease) હેઠળ ખોદકામ ચાલી રહ્યું હોવાનું દાવો કર્યો છે. જોકે, માનવ કંકાલ મળ્યા બાદ ગ્રામજનો અને લીઝ ધારક વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો શરૂ થયા હતા.
ખોદકામ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
પરિસ્થિતિ વધુ વણસે નહીં અને કોઈ વિવાદ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા હાલ પૂરતું ખોદકામ તાત્કાલિક બંધ કરાવાયું છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે યોગ્ય માપણી અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખોદકામ પર પ્રતિબંધ રહેશે.
હવે મળેલા માનવ અવશેષો કેટલા જૂના છે, તેની પાછળ કોઈ ગુનાહિત ઇતિહાસ (History) છે કે કેમ અને તે પુરાતત્વ કે અન્ય કોઈ મામલે સંબંધિત છે કે નહીં, તે બાબતે વધુ તપાસ કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને સંબંધિત વિભાગો પણ એલર્ટ મોડમાં આવ્યા છે.
આ પણ વાંચો: ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો: સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું, રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ
આ પણ વાંચો: સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?

