Breaking News/ રાજ્યમાં કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટરને ACP તરીકે પ્રમોશન

ગુજરાત પોલીસ બેડામાં 68 Police Inspectorને ACP તરીકે પ્રમોશન. બિનહથિયારી, હથિયારી અને વાયરલેસ કેડરનો સમાવેશ.

Top Stories Ahmedabad Gujarat
ACP

ACP Promotion News: ગુજરાત પોલીસ બેડામાં બઢતીનો માહોલ સર્જાયો છે. રાજ્ય સરકારે પોલીસ દળમાં લાંબા સમયથી રાહ જોતા અધિકારીઓને રાહત આપતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટરો (Inspector)ને ACP (Assistant Commissioner of Police) તરીકે પ્રમોશન (Promotion) આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પોલીસ વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

47 પોલીસ ઇન્સ્પેક્ટરોને મળ્યા ACP તરીકે પ્રમોશન

પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રમોશન મેળવેલા અધિકારીઓમાં વિવિધ કેડરનો સમાવેશ થાય છે. બિનહથિયારી વિભાગના 47 પોલીસ  ઇન્સ્પેક્ટરોને ACP તરીકે બઢતી આપવામાં આવી છે. ઉપરાંત, હથિયારી વિભાગના 9 પોલીસ  ઇન્સ્પેક્ટરોને પણ ACP પદે પ્રમોશન મળ્યું છે.

7 DySPની બદલી કરવામાં આવી 

તે સિવાય, પોલીસના મહત્વના ટેક્નિકલ વિભાગ એવા વાયરલેસ વિભાગના 12 પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ Assistant Commissioner of Police તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ રીતે કુલ 68 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે .આ સાથે જ વર્ગ-1ના 7 DySPની બદલી કરવામાં આવી

રાજ્ય સરકારના આ નિર્ણયથી પોલીસ બેડામાં કાર્યક્ષમતા વધશે તેમજ કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા અધિકારીઓ માટે આ નિર્ણય પ્રોત્સાહક સાબિત થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના 8 પોલીસકર્મીઓની અચાનક આંતરિક બદલી કરાઈ

આ પણ વાંચો:રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ

આ પણ વાંચો: ભરૂચમાં જિલ્લા પોલીસવડાએ કરી 70 પોલીસ અધિકારીઓની બદલી