Not Set/ જામનગરમાં કોરોનાનો કહેર યથાવત, શહેરમાં વધુ 5 કેસ નોંધાયા

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યું છે, ત્યારે આમાંથી જામનગર શહેર પણ બાકાત રહ્યું નથી. જામનગરમાં 1 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે. આ 5 કેસમાંથી બે દંપતી મુંબઈથી જામનગર આવ્યા હતા અને ત્યારબાદ તેઓનો ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે અબુધાબીથી આવેલા એક યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ તમામ […]

Gujarat Others

સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યું છે, ત્યારે આમાંથી જામનગર શહેર પણ બાકાત રહ્યું નથી. જામનગરમાં 1 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા છે. આ 5 કેસમાંથી બે દંપતી મુંબઈથી જામનગર આવ્યા હતા અને ત્યારબાદ તેઓનો ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જયારે અબુધાબીથી આવેલા એક યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો છે. આ તમામ દર્દીઓને જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે ગઈ કાલે  કોરોનાના નવા 492 કેસ નોંધાયા હતા. દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 33 દર્દીના મૃત્યુ થયા છે. આજે 455 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 18609 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1155એ પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.