કેરળનાં પલક્કડ જિલ્લામાં સગર્ભા હાથીની મોતનાં કારણે દેશભરમાં રોષનું વાતાવરણ છે. કોઇ એક અબોલા પશુંને કેવી રીતે મારી શકે આ સવાલ આજે દરેકનાં મોંઢે છે. દેશમાં આ હાથીની હત્યા મામલે દોષીને શોધી ફાંસીની સજાની માંગ કરવામાં આવી રહી છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, કેરળનાં વન મંત્રી કે.રાજૂએ જણાવ્યુ છે કે, પલક્કડમાં ગર્ભવતી હાથીની મોતનાં મામલે એક આરોપીની ધરપકડ કરવામા આવી છે.
જણાવી દઈએ કે, આ પહેલા કેરળનાં મુખ્યમંત્રી પિનરાય વિજયને આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ અને કહ્યું છે કે અમે ત્રણ શંકાસ્પદ લોકો પર નજર રાખી રહ્યા છીએ. આ વિશે સીએમ વિજ્યને ટ્વિટ કરીને કહ્યું છે કે, ત્રણ લોકોને શંકાસ્પદ ગણીને તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ અને વન વિભાગ મળીને આ મામલાની તપાસ કરી રહ્યા છે. અમે આરોપીઓને સજા કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. આ પછી, તેમણે એક અન્ય ટ્વિટમાં લખ્યું, “કેરળનાં પલક્કડમાં એક સગર્ભા હાથીનો જીવ ચાલ્યો ગયો આ દુ:ખદ ઘટના પર તમને ખાતરી આપીએ છીએ કે તમારી ચિંતાઓ વ્યર્થ નહીં જાય, ન્યાયની જીત થશે.”
વળી કેસની તપાસ કરતી વખતે, વિશેષ તપાસ ટીમે મોટી સફળતા મેળવી છે. ટીમે અનેક શકમંદોની પૂછપરછ કરી છે. વન વિભાગે એમ પણ કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ વિભાગે આ અંગે એક ટ્વિટમાં લખ્યું છે, જેમાં તેઓએ ગુનેગારોને સજા કરવાની વાત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
