Bharuch news/ ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર

શેરડીના ખેતરો મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે

Top Stories Gujarat
Beginners guide to 2025 03 28T172403.093 ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર

Bharuch News : ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી સતત મૃતદેહો મળવાનું ચાલુ રહેતા ચકચાર મચી છે. અંકલેશ્વરના બાકરોલ, ઝઘડિયાના કરાડમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યા બાદ હવે વાલીયામાં શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે શેરડીના ખેતરો મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં અનુકૂળ જમીનના કારણે શેરડીના પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે છે પરંતુ આ શેરડીના ખેતરો જાણે હવે મોતની અગનભઠ્ઠી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી મૃતદેહ મળવાનો છેલ્લા ઘણા સમયથી સીલસીલો ચાલી રહ્યો છે. માત્ર ગણતરીના દિવસોમાં જ શેરડીના અલગ અલગ ખેતરોમાંથી ત્રણ મૃત્યુ મળ્યા છે.

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓએ આ ખેતર મૂળ બોટાદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે ખેડવા માટે આપ્યું હતું. ખેતરમાં શેરડી માટેનું કટીંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું.આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી. ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને જાણ કરતા અંકલેશ્વર ડી.વાય.એસ.પી.ડો.કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પી.આઇ. શિલ્પા દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફ.એસ.એલ. અર્થે મોકલી આપ્યું હતું.આ તરફ હજુ સુધી આ માનવકંકાલ કોનું છે એની પણ ઓળખ થઈ શકી નથી.અંકલેશ્વરના બાકરોલ ગામે મળેલા માનવ કંકાલની ઘટનાના 2 જ દિવસ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાય ગયો હતો.આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી,અને પોલીસને જાણ કરવામાં આવતા ઝઘડિયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી.પોલીસ તપાસમાં નર કંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું અને મૃતદેહ પાસેથી એક થેલી,કપડા,ચપ્પલ પણ પોલીસને મળી આવ્યા હતા.આ મામલામાં પણ હજુ મૃતકની ઓળખ શક્ય બની શકી નથી.

ભરૂચના વાલિયામાં શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ભરૂચ જિલ્લામાં માત્ર 7 દિવસના ટૂંકાગાળામાં શેરડીના ખેતરમાંથી 3 મૃતદેહો મળવાની ઘટના બની છે જે ચિંતાનું કારણ છે.પોલીસ એફ.એસ.એલ.અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આ બનાવમાં હત્યાનો એંગલ પણ તપાસી રહી છે. શેરડીની કાપણી માટે સળગાવામાં આવતા ખેતરોમાંથી એક પછી એક મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જસ્ટિસ યશવંત વર્મા રોકડ કૌભાંડ પર મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી; દિલ્હીના ફાયર ચીફનું નિવેદન નોંધાયું

આ પણ વાંચો: જસ્ટિસ વર્મા રોકડ કૌભાંડમા જજે વકીલોની લીધી સલાહ,SHO સહિત 8 પોલીસકર્મીઓના મોબાઈલ ફોન જપ્ત

આ પણ વાંચો: મોરબીમાં મહિલાનું ચકચાર મચાવતું જમીન કૌભાંડ