Gujarat Rainfall News/ IMDનું નાઉકાસ્ટ: આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી, ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ

IMDએ આગામી 3 કલાક માટે ગુજરાતનું નાઉકાસ્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ, ગાજવીજ અને ઓરેન્જ એલર્ટ (IMD Gujarat Rain Alert)ની આગાહી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
IMD Gujarat Rain Alert: અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ

Gujarat Rainfall News: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD Gujarat Rain Alert) દ્વારા આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

IMD Gujarat Rain Alert: ગુજરાતના 20થી વધુ જિલ્લામાં વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે વીજળીના કડાકા અને પવનની અસર જોવા મળી શકે છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ (IMD Gujarat Rain Alert) પણ જાહેર કરવામાં આવ્યું છે.

IMD અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદ જિલ્લામાં પણ આગામી કલાકો (IMD Gujarat Rain Alert)માં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા દરમિયાન સાવચેતી રાખવા અને જરૂરી ન હોય તો ખુલ્લા વિસ્તારોમાં જવાનું ટાળવા સલાહ આપી છે. ખેડૂતો અને વાહનચાલકોને પણ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આગામી કલાકોમાં પણ વિવિધ જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.


આ પણ વાંચો:ધોલેરાના વણિતળાવ ગામે પૂરનો કહેર: ભોગાવો નદીમાં પાણી વધતા ગામ બન્યું ટાપુ

આ પણ વાંચો:હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ સમયસર બચાવ્યો જીવ

આ પણ વાંચો:છોટાઉદેપુરના કવાંટમાં કીચડભર્યા રસ્તે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનો કાફલો ફસાયો, JCBથી રસ્તો બનાવી પહોંચ્યા