ફિફા (FIFA) વર્લ્ડ કપ 2018 નો પ્રથમ સેમીફાઇનલ, આજે ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે સેન્ટ પિટ્સબર્ગ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. આ મેચમાં ફ્રાન્સના મહાન પ્લેયર એન્ટિનિયો ગ્રિઝમન અને બેલ્જીયમના સ્ટાર પ્લેયર રોમેલુ લુકાકુ ખાસ દેખાશે. બંને મહાન પ્લેયર અત્યારે ખાસ ફોર્મમાં ચાલી રહ્યા છે, અને તેઓ પોતાની ટીમને તેના દમ પર જ જીત અપાવવામાં સક્ષમ છે.

જયારે ફ્રાન્સના ધમાકેદાર ફોરવર્ડ પ્લેયર એન્ટિનિયો ગ્રીઝમનના પ્રદર્શનની વાત કરવામાં આવે તો તેઓએ ફિફા 2018 વર્લ્ડ કપમાં રમાયેલા પાંચ મેચમાં 3 ગોળ કરી ચુક્યા છે. અત્યાર સુધી તેમને ગોલપોસ્ટમાં 14 વાર શોટ લગાવેલા છે જેમાં 3 શોટ, શોટ ઓન ટાર્ગેટ થયેલા છે.

તેની સાથે સાથે બેલ્જીયમના સ્ટાર પેલ્ય્ર રોમેલુ લુકાંકુની વાત કરવામાં આવે તો લુકાકુએ ફિફા વર્લ્ડકપ 2018 માં બેલ્જીયમ તરફથી રમેલા 4 મેચોમાં 4 ગોલ ફટકારી દીધા છે. અત્યાર સુધી તેમને ગોલપોસ્ટને 11 વાર નિશાન બનાવ્યું છે જેમાંથી 5 વાર બોલને શોટ ઓન ટાર્ગેટ કરવામાં તેઓ સફળ થયા છે.

ફ્રાન્સના ફોરવર્ડ પ્લેયર્સ જોડીની વાત કરવામાં આવે તો એમ્બઆપે અને એન્ટિનિયો ગ્રીઝમનની ખતરનાખ જોડી છે. આ જોડી ગમે તેવા ડિફેન્સને ભેદી બોલને ગોલમાં પહોંચાડવા સક્ષમ છે.

જયારે બેલ્જીયમના ફોરવર્ડ પ્લેયર્સ ફ્રાન્સને પણ ટક્કર આપે તેવી છે કારણ કે ઇન્ટરનેશનલ ફૂટબોલના મહાન પ્લેયર્સ બેલ્જીયમમાં ફોર્વર્ડની જગ્યામાં પોતાનું સ્થાન રોકીને બેઠા છે. બેલ્જીયમની ફોરવર્ડ એટેકીંગમાં રોલેલુ લુકાકુ, એડન હઝાર્ડ અને ડી બૃઇનની તિકડી ફોરવર્ડ પ્લેયરમાં છે. આપણે જણાવી દઈએ કે બેલ્જીયમના 9 ખેલાડીઓએ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં 14 ગોલ નોંધાવ્યા છે.

બેલ્જિયમની સફર અત્યાર સુધી ખૂબ જ અદભૂત રહી છે. રશિયા વર્લ્ડકપ 2018માં ફ્રાંસ માટે હજુ સુધી કોઈ ખાસ મુશ્કેલી નથી આવી, પરંતુ હવે બંને ટીમોને ખડતલ રહેવું પડશે. આજની આ મેચમાં વિશ્વના શ્રેષ્ઠ ફોરવર્ડ્સ સામે ડિફેન્ડર્સની પરીક્ષા થવા જઈ રહી છે.
