Gujarat News: દિવાળીના તહેવારોમાં વતન જવા માગતા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ ST વિભાગ દ્વારા વિશેષ આયોજન (Diwali Special Buses) કરવામાં આવ્યું છે. મુસાફરોના વધતા ઘસારાને ધ્યાનમાં રાખીને 2થી 8 નવેમ્બર દરમિયાન કુલ 1,150 વધારાની બસ ટ્રીપોનું (1150 Extra Bus Trips) સંચાલન કરવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દાહોદ અને પંચમહાલ તરફ જતાં મુસાફરોને આ વ્યવસ્થાથી રાહત મળશે.
Diwali Special Buses: અમરેલી, ભાવનગર અને રાજકોટ માટે વધારાની બસો
દિવાળીના તહેવારો દરમિયાન અમરેલી, ભાવનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ રૂટ પર મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા છે. આથી ST વિભાગ દ્વારા આ રૂટ પર વધારાની બસો ફાળવવામાં આવશે. આ ઉપરાંત દાહોદ અને પંચમહાલ તરફ જવા માટે પણ વિશેષ બસો દોડાવવામાં આવશે.
CTM અને અડાલજથી પણ બસોનું સંચાલન
મુસાફરોને સરળતાથી બસ મળી રહે અને મુખ્ય બસ સ્ટેશનો પર ભીડનું ભારણ ઘટે તે માટે અમદાવાદના CTM અને અડાલજ પાસેથી પણ વધારાની બસોનું સંચાલન (Ahmedabad ST Department) કરવામાં આવશે. 2થી 8 નવેમ્બર સુધી આ વિશેષ વ્યવસ્થા અમલમાં રહેશે.
સૌરાષ્ટ્ર રૂટ પર 50 ટકા એડવાન્સ બુકિંગ
દિવાળી પહેલાં જ વતન જવા માટે મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ST વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર તરફના રૂટ પર અત્યાર સુધીમાં આશરે 50 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં બુકિંગ અને મુસાફરોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.
તહેવારો દરમિયાન મુસાફરોને પરિવહનની મુશ્કેલી ન પડે તે માટે ST વિભાગે વધારાની બસ ટ્રીપોનું આયોજન કર્યું છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટિકિટનું એડવાન્સ બુકિંગ કરાવી લેવા અને બસના સમય તથા પ્રસ્થાન સ્થળની વિગતો તપાસી લેવા સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: દિવાળી ટાણે વતન જતા લોકોને રાહત: સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે 9,100 વધારાની બસો
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં એસ.ટી. નિગમનું વિશાળ આયોજન,વધારાની બસોની કરી વ્યવસ્થા
આ પણ વાંચો: ખુશખબર! હોળી-ધૂળેટી પર ગુજરાત એસ.ટી.ની 1300 વધારાની બસો દોડશે
