Surat News/ દિવાળી ટાણે વતન જતા લોકોને રાહત: સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે 9,100 વધારાની બસો

દિવાળી પહેલાં વતન જતા મુસાફરો માટે સુરત (Surat)થી સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાત તરફ 9,100 વધારાની બસો દોડાવાશે

Surat Gujarat Breaking News
Surat

Surat News: તહેવારોના સમયમાં સુરત(Surat)થી પોતાના વતન તરફ જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સુરત વિભાગે મોટું આયોજન કર્યું છે. 4 થી 9 નવેમ્બર દરમિયાન અંદાજે 9,100 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે, જેનો લાભ હજારો પ્રવાસીઓને મળશે.

વતન જતા લોકો માટે શું છે વ્યવસ્થા?

દિવાળી (Diwali)ના પર્વ પર સુરતમાં રહેતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના લોકો મોટી સંખ્યામાં પોતાના ગામ-શહેર જતા હોય છે. તેમને મુસાફરીમાં મુશ્કેલી ન પડે તે માટે એક્સ્ટ્રા બસો (Extra Buses)નું સંચાલન ચોથી નવેમ્બરથી નવમી નવેમ્બર સુધી કરવામાં આવશે. મુસાફરો અગાઉથી સીટ બુક કરાવી શકશે અને ગ્રુપમાં જતા લોકો માટે ગ્રુપ બુકિંગની પણ સગવડ રાખવામાં આવી છે.

નિગમના આયોજન મુજબ સૌથી વધુ બસો સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરો તરફ દોડાવાશે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતનાં શહેરો માટે પણ વધારાની બસો મૂકવામાં આવી છે. મુસાફરોને નિર્ધારિત બસ સ્ટેશન અને પિકઅપ પોઇન્ટ પરથી બસ મળશે.

Surat એસટી વિભાગ દ્વારા સાંજે 4થી 10 વાગ્યા સુધી દોડાવાશે વધારાની બસો

સુરત વિભાગના અધિકારીની માહિતી પ્રમાણે, સૌરાષ્ટ્ર તરફની બસો ધામડકા હાઇવે અને વરાછા રોડ પરના મેદાન સહિતનાં નક્કી કરેલાં સ્થળોએથી ઉપડશે. દાહોદ, ગોધરા, ઝાલોદ અને પંચમહાલ તરફ જતી બસો માટે એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સિટી સ્ટેન્ડ સહિતનાં સ્થળો રાખવામાં આવ્યાં છે.

આ બસો મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા દરમિયાન દોડશે. સીટ મેળવવા માટે એડવાન્સ બુકિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે, જ્યારે ગ્રુપમાં મુસાફરી કરનારા લોકો ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે.

ટિકિટ ક્યાંથી અને કેવી રીતે બુક કરશો?

મુસાફરો એસટી સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કામરેજ અને કડોદરા સહિતનાં નિગમનાં બસ સ્ટેશનોની બુકિંગ વિન્ડો પરથી ટિકિટ લઈ શકશે. આ ઉપરાંત GSRTCની મોબાઇલ એપ અથવા સત્તાવાર વેબસાઇટ www.gsrtc.in પરથી ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. તહેવારમાં વતન જતા લોકોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને આ આયોજન કરાયું છે, જેથી સમયસર બસ મળી રહે અને મુસાફરીમાં પડતી મુશ્કેલી ઓછી થાય.


આ પણ વાંચો:સુરત એસ ટી વિભાગ દ્વારા દિવાળી એક્સ્ટ્રા બસોને લીલી ઝંડી અપાઈ

આ પણ વાંચો:છોટાઉદેપુર એસ ટી ડેપો વર્કશોપ પાસેથી બસ ઉઠાવી જતો ઈસમ ઝડપાયો

આ પણ વાંચો:અમરેલી-અમદાવાદ એસટી બસને અકસ્માત: ચાલુ બસે ડ્રાઇવરની તબિયત લથડતા બસ ખાડામાં ખાબકી, થાંભલાએ બચાવ્યો મોટો અકસ્માત