Gandhinagar News/ સાંતેજની કેમિકલ કંપનીમાં ભીષણ આગ

આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી

Gujarat Gandhinagar Breaking News
ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે

Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આજે ભીષણ આગ (Fire)લાગવાની ઘટના સામે આવી છે. સાંતેજ GIDC વિસ્તારમાં આવેલી ફેથ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની અચાનક આગની ઝપેટમાં આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, કંપનીમાં પીવીસી પાઇપ મટીરિયલનું ઉત્પાદન કરવામાં આવે છે. આગ લાગતા જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું.

આગ (Fire)પર કાબૂ મેળવવા માટે અમદાવાદ, ગાંધીનગર અને કલોલથી ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચાડી દેવામાં આવી હતી. હાલ 10 જેટલી ફાયર ફાઇટર ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાઈ છે. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. જોકે આગના કારણે કંપનીને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. આગ (Fire)લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર આગ, મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દોડધામ

આ પણ વાંચો: અમદાવાદના જીવરાજ પાર્કમાં આવેલી બિલ્ડિંગમાં આગ લાગતા ભયનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, જોધપુર BRTS પાસે દોડ્યું ફાયરબ્રિગેડ