New Delhi News/ ભાજપ સાંસદે લગાવ્યા ‘રાહુલ ગાંધી શરમ કરો’ના નારા, પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે આપ્યો જવાબ

સંસદ પરિસરમાં ભાજપ સાંસદે નારેબાજી કરીને કર્યો રાહુલ ગાંધી (Rahul gandhi)નો વિરોધ. પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે કર્યો પલટવાર.

India Breaking News
Rahul Gandhi

New Delhi News: સંસદના ચોમાસુ સત્રના અંતિમ અઠવાડિયામાં સરકાર અને વિપક્ષ વચ્ચેનો રાજકીય ઘમાસાણ યથાવત્ છે. મંગળવારે સંસદ પરિસરમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી અને ભાજપ સાંસદ મુકેશ દલાલ સામસામે આવી ગયા હતા. મુકેશ દલાલે ‘રાહુલ ગાંધી (Rahul gandhi) શરમ કરો’ના નારા લગાવી ઝારખંડના વિદ્યાર્થીઓના મુદ્દે રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો હતો. તેના જવાબમાં પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે કહ્યું કે રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે.

‘Rahul Gandhi’ના નામે નારા લગાવી ભાજપ સાંસદે કર્યો વિરોધ

પ્રિયંકા ગાંધી સંસદ ભવન (Parliament House)તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાજપ સાંસદ મુકેશ દલાલે તેમના સામે ‘રાહુલ ગાંધી શરમ કરો, શરમ કરો’ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. મુકેશ દલાલના હાથમાં ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા મુદ્દે રાહુલ ગાંધી જવાબ આપે તેવી માંગ કરતા પોસ્ટરો પણ જોવા મળ્યા હતા.

ભાજપ સાંસદના વિરોધ વચ્ચે સાંસદ પ્રિયંકા ગાંધીએ (MP Priyanka Gandhi)ગુસ્સો કરવાને બદલે સ્મિત સાથે જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. આટલું કહીને પ્રિયંકા ગાંધી આગળ વધી ગયા હતા.

ભાજપ સાંસદ મુકેશ દલાલે રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ

આ સમગ્ર ઘટનાને લઈને મુકેશ દલાલે રાહુલ ગાંધી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું કે રાહુલ ગાંધીએ ઝારખંડનો પ્રવાસ ક્યારે કર્યો હતો? ભાજપ સાંસદે એવો પણ સવાલ કર્યો કે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ ઝારખંડ જવાની હિંમત કેમ નથી કરતા?

સંસદમાં સરકાર અને વિપક્ષ વચ્ચે મડાગાંઠ યથાવત્

ચોમાસુ સત્રના અંતિમ તબક્કામાં પણ સંસદની કાર્યવાહી પર રાજકીય વિવાદની અસર જોવા મળી રહી છે. વિપક્ષ દ્વારા દિલ્હીમાં Gen Zના આંદોલન દરમિયાન થયેલા લાઠીચાર્જ અને રામ મંદિર દાન ચોરીના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબની માંગ કરવામાં આવી રહી છે.

વિપક્ષના હંગામાને કારણે ગૃહની કામગીરી અનેક વખત ખોરવાઈ રહી છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે અમિત શાહ જવાબ આપવા તૈયાર છે, પરંતુ વિપક્ષે તેમને સાંભળવા અને ચર્ચામાં ભાગ લેવા તૈયાર રહેવું પડશે. બંને પક્ષ પોતાની સ્થિતિ પર અડગ હોવાથી સંસદમાં મડાગાંઠ યથાવત્ છે.


આ પણ વાંચો:મહિલા આરક્ષણ બિલ પર કિરણ રિજિજુ અને રાહુલ ગાંધી વચ્ચે ટક્કર, રાહુલે સરકાર સામે મૂકી શરત

આ પણ વાંચો:મહિલા સશક્તિકરણ પર કોંગ્રેસના નિવેદનથી રાજકારણ ગરમાયું; રિજીજુએ કોંગ્રેસને ઘેરી

આ પણ વાંચો:સુરતમાં મતદારો ગાયબ થવાની શંકા: સાંસદ મુકેશ દલાલનો કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર