Junagadh News:જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યા દિવસેના વધુ ગંભીર બની રહી છે. તાજેતરની ઘટનામાં, માત્ર 7 વર્ષના એક નાના બાળક પર એકસાથે પાંચ રખડતા શ્વાનો (Stray Dogs)એ હુમલો કર્યો હતો, જેના કારણે બાળકને શરીર પર ગંભીર ઇજાઓ થઈ છે. આ ઘટના બાદ બાળકને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાંથી વધુ સારવાર અર્થે તેને જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું. આ કિસ્સામાં બાળકને શરીર પર આશરે સાત જેટલા ટાંકા ચડાવવા પડ્યા હોવાનું જણાવાયું છે.

જૂનાગઢમાં રખડતા શ્વાનો (Stray Dogs)નો હુમલો, બાળક ગંભીર
આ દુર્ઘટના જૂનાગઢ જિલ્લાના એક નાના ગામમાં બનેલી છે. માહિતી અનુસાર, બાળક તેના ઘરની નજીક રમતો હતો, ત્યારે અચાનક પાંચ રખડતા શ્વાનો (Stray Dogs)એ તેના પર હુમલો કર્યો હતો. બાળકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, આ શ્વાનો ગામમાં વારંવાર ઘુમતા જોવા મળે છે અને તેઓ ખૂબ જ આક્રમક છે. હુમલા દરમિયાન બાળકને હાથ, પગ અને મોં પર બટકા ભર્યા હતા. જેના કારણે તેને ભારે રક્તસ્ત્રાવ થયો અને તે રડતો રડતો ઘરે પાછો આવ્યો.સ્થાનિક હોસ્પિટલમાં તપાસ કરતાં ડૉક્ટરોએ બાળકને ગંભીર ઇજાઓ હોવાનું જણાવ્યું. તેને તાત્કાલિક ટાંકા લેવામાં આવ્યા અને રેબીઝની રશી પણ આપવામાં આવી. પરિવારજનો અનુસાર બાળકને હાલમાં જૂનાગઢની સરદાર પટેલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું છે.

જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રખડતા શ્વાનો(Stray Dogs)ની સંખ્યા વધી રહી છે, જે લોકો માટે મોટી મુશ્કેલી બની રહી છે. ગયા કેટલાક મહિનામાં આવી ઘટનાઓમાં વધારો થયો છે.સ્થાનિક વહીવટી વ્યવસ્થા પર પણ આ મામલે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં, રખડતા શ્વાનો (Stray Dogs)ને નિયંત્રિત કરવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. તેવું ગ્રામજનોનું કહેવું છે.
આ પણ વાંચો:રખડતાં શ્વાનનો આતંક ખૂબ વધ્યો, બચવાના પ્રયાસ કરતી વખતે નીપજ્યું મોત
આ પણ વાંચો:રાજકોટના શાપરમાં 5 શ્વાને હુમલો કરતા 7 વર્ષના બાળકનું મોત
